તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી મુશ્કેલી સર્જાઈ:વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોવેક્સિનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કોવેક્સિનની ફાઇલ તસવીર.
  • જે વિદ્યાર્થીએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો તેમને એનો જ બીજો ડોઝ લેવો પડશે

અમદાવાદથી અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશોની કોલેજોમાં લાખોની ફી ભરી દીધી છે. પહેલી વખત વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઘણા વિદ્યાર્થીઓએ તો 18 લાખ સુધીની ફી એડવાન્સ ભરી દીધી છે. હવે વેક્સિનને કારણે જો તેઓ અભ્યાસ માટે વિદેશ નહીં જઈ શકે તો ફીની રકમનો કોઇ મતલબ નહીં રહે એવો ડર સતાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, અમદાવાદ શહેરમાં 18થી 44 વયજૂથના લગભગ 60 હજાર લોકોએ પ્રથમ ડોઝ અને 15 હજાર લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.

કેનેડામાં કોવેક્સિનને માન્યતા અપાઈ નથી
વૈભવ પંચાલે કેનેડા ફાઇનાન્સ સર્વિસમાં અપ્લાઇ કર્યું હતું, સરકારે કોઈ જાહેરાત કરી ન હોવાથી પહેલા કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આજે બીજો ડોઝ પણ લઇ લીધો છે. હવે ખ્યાલ આવ્યો કે કેનેડામાં કોવેક્સિનને માન્યતા નથી. અત્યારસુધી વિદેશ અભ્યાસ માટે 18 લાખનો ખર્ચ કર્યો છે. હવે જો આટલી રકમનો ખર્ચ કર્યા બાદ પણ ઓનલાઇન ભણવું પડે તો કોઇ મતલબ નથી. અમારા ગ્રુપમાં ઘણા વિદ્યાર્થીઓને વેક્સિનને લઇને સમસ્યા જોવા મળી હતી. સરકારે વિદ્યાર્થીઓના હિતમાં કોઇ નિર્ણય કરવો જોઇએ.

કોરોના થયો, 3 મહિના પછી પહેલો ડોઝ મળશે
બંસી પટેલને કોરોના થયો હતો. 15મી મેના દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નિયમ પ્રમાણે ત્રણ મહિના બાદ જ વેક્સિન લઇ શકાય. બંસીને સપ્ટેમ્બર મહિનામાં કેનેડા જવાનું છે. કેનેડા જવા માટે પહેલો ડોઝ લેવો જરૂરી છે, પરંતુ હવે ઓનલાઇન સ્લોટ મળતો નથી. તેથી હવે કેનેડા જવા માટે શું થશે એને લઇને ભારે અસમંજસ સ્થિતિ સર્જાઈ છે.

વિદ્યાર્થીઓએ તજજ્ઞોને પૂછેલા પ્રશ્નો

  • કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓ હવે ત્રણ મહિના સુધી વેક્સિન નહીં લઇ શકે. આ વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરમાં ફ્લાઇટ છે, તો આ સ્થિતિમાં ત્રણ મહિનામાં વેક્સિનના બે ડોઝ કઇ રીતે લઇ શકશે.
  • જે વિદ્યાર્થીઓને બંને ડોઝ લેવાના બાકી છે તેઓ વિદેશ જતાં પહેલાં કેવી રીતે મેનેજ કરશે.
  • પહેલો ડોઝ કોવેક્સિન લીધો હોય અને હવે ખબર પડી કે અમુક દેશમાં આ રસી માન્ય નથી, તો બીજી રસી લઇ શકશે
  • પહેલો ડોઝ કોવેક્સિનનો લઈ લીધો છે, પણ હવે કોવેક્સિનને વિદેશમાં માન્યતા નથી તો બીજો ડોઝ કોવિશીલ્ડનો લઈ શકાય કે નહીં.
  • અમદાવાદથી કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તો જે-તે દેશમાં પ્રચલિત વેક્સિનનો ડોઝ લઈ શકાય કે નહીં.
  • અલગ અલગ વેક્સિનના 3 ડોઝ લેવાય કે નહીં.