તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:ઈંટનો જવાબ પથ્થરથી આપવા CM ઊભા થયા, કૃષિ મંત્રીએ રોક્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રી કિસાન સહાયના પૂછેલા પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રીઆર.સી.ફળદુંએ આપ્યો હતો. તેઓ જવાબ આપીને તેમના સ્થાને બેસતા હતા ત્યાં જ બાજુંની બેંચમાં બેઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી ફળદુની સામે જોઇ્ને આવું પણ કહેવું જોઇએને તેવું કંઇક બોલ્યા. મંત્રીના નબળા જવાબથી અકળાયેલા રૂપાણી પોતે જવાબ આપવા ઊભા થતા હતા,પણ ફળદુંએ તેમને રોકયા અને હાથથી ઇશારો કરીને વિનંતી કરી કે બેસો,જવાબ ન આપો.

પંચાયત ઘરનું નામ ગ્રામ સચિવાલય કરી દેવાથી લોકોના પેટ નહીં ભરાય
અગાઉ આક્રોશ ઠાલવતા વિધાનસભાની લોબીમાંથી કૂદકો મારી દેવાની વાત કરનાર કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુ પટેલ પંચાયત વિભાગના બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે સરકારે પંચાયત ઘરનુ નામ બદલીને ગ્રામ સચિવાલય કર્યું છે પરંતુ સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. નામ બદલવાથી લોકોના પેટ ભરાતા નથી. નામ તો બદલ્યું પણ પંચાયતોમાં સુવિધાના ઠેકાણા નથી. સ્ટાફ અને સાધનોનો અભાવ છે. હું જિલ્લા પંચાયતની સમિતિનો પ્રમુખ હતો, મેં સ્થિતિ અનુભવી છે. પંચાયતમાં પાણી પણ ઘરેથી લાવીને પીવું પડતું હતુ.

આખું ગુજરાત ગૂગલ મેપમાં ગ્રીન દેખાય તેવો પ્રયાસ કરો
પર્યાવરણ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રાજ્યમાં ગ્રીનરી વધારવાનો ઉપાય દર્શાવતા કહ્યું હતું કે અત્યારે ગુગલ મેપમાં જોઇએ તો ગુજરાતમાં ઝાડ બહુ ઓછા દેખાય છે. જંગલ વિસ્તારમાં ઝાડ દેખાય બાકી ખેતર દેખાય છે. આપણે ખેડૂતોને બાગાયત તરફ વાળીએ. ખેડૂતો આંબાના કે ગમે તે ફળના બગીચા કરે અને સરકાર સહાય આપે તો ઓક્સીજન પણ મળશે અને ફળ પણ મળશે. આવુ કરીશું તો પાંચ વર્ષ પછી ગુગલ મેપમાં આખું ગુજરાત વૃક્ષ આચ્છાદિત હશે.

પીયૂષ પટેલે ધારાસભ્યોની કેવડિયા ટુર ગોઠવવાનો વિચાર મુકી દીધો
કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં મળેલી સ્પીકર કોન્ફરન્સનો પરિચય આપતી સંચિત નામની સ્પેશ્યલ એડિશન પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ બુકલેટ તમામ ધારાસભ્યોને પણ આપવામાં આ‌વી છે. આ બુકલેટ પ્રસિધ્ધ કરવા બદલ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા નવસારીના ધારાસભ્ય પિયુષ પટેલે તક ઝડપીને કહ્યું કે,સાહેબ હવે ધારાસભ્યો માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોન્ફરન્સ ગોઠવો.

પોઇન્ટ ઓફ ઓર્ડરમાં વાત વણસે નહીં એટલે અધ્યક્ષે રસ્તો કાઢ્યો
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અલગથી પૂછાયેલા એક ટૂંકા પ્રશ્નનો પ્રશ્નોત્તરીકાળમાં સમાવેશ કરતા પોઇ્ન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે અગાઉના અધ્યક્ષના રૂલીંગ ટાકીને કહ્યું કે, પ્રશ્નોત્તરીકાળનો સમય કપાય નહીં અને ધારાસભ્યોને લોટરીથી પ્રશ્ન પૂછવાની મળેલી તક વેડફાય નહીં તે માટે ટૂંકા પ્રશ્નનો સમાવેશ પ્રશ્નોત્તરીકાળમાં કરવો જોઇએ નહીં. સામે પક્ષે મંત્રી નિતિન પટેલ,ભુપેનદ્રસિંહ ચુડાસમા,પ્રદિપસિંહ જાડેજાએ જવાબ આપ્યો પણ ધાનાણીને સંતોષ ન થતા છેવટે અધ્યક્ષે જ તાત્કાલિક રૂલીંગ આપવાને બદલે પાછળથી આપીશ તેવું કહીં વાત વણસે નહીં તેટલા માટે બાજી સંભાળી લીધી.

ઠુમ્મરે કહ્યું, કોરોનામાં વેપારીઓની હાલત પત્નીનો માર ખાતા પતિ જેવી
કોરોનામાં વ્યાપાર રોજગારની સ્થિતિ અંગેના બિનસરકારી સંકલ્પ પર બોલતાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે કહ્યું કે હાલ વેપારીઓની હાલત પત્નીને હાથે માર ખાતાં પતિ જેવી છે. આ પતિ લોકોને ખ્યાલ ન આવે એટલે પત્નીને કહે કે તું મારે ત્યારે તારે ચીસો પાડવી અને હું લેતી જા..લેતી જા એમ કહીશ જેથી લોકોને ખ્યાલ ન આવે. આજે વેપારીઓને સરકાર વેરા નાંખીને અને અન્ય રીતે મારી રહી છે, પણ વેપારીઓ પોતાનો ગાલ લાલ રાખવાં સરકારને લેતી જા...લેતી જા કહીને પોષી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો