તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:કોરોનાની બીજી લહેરમાં બંધ થયેલી કલબ શુક્રવારથી શરૂ થશે, કલબમાં સ્વિમિંગ પૂલ અને હોમ થિયેટર બંધ રહેશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરીજનો સુરક્ષિત રહે તે માટે હોટલ-રેસ્ટોરાં, જિમ્સ તેમજ વૉકિંગ પાર્ક પર સેનેટાઈઝેશનની કામગીરી  કરવામાં આવી હતી. - Divya Bhaskar
શહેરીજનો સુરક્ષિત રહે તે માટે હોટલ-રેસ્ટોરાં, જિમ્સ તેમજ વૉકિંગ પાર્ક પર સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી હતી.

કોવિડ-19ના મહામારીને લઇને સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે શહેરની તમામ કલબ બંધ કરવામાં આવી હતી. સરકારી નિયંત્રણો હળવા થાવાની સાથે શુક્રવારથી શહેરની મોટાભાગની કલબ સરકારની ગાઇડલાઇન પ્રમાણે શરૂ થઇ રહી છે. શુક્રવારે શહેરની કર્ણાવતી કલબ, રાજપથ, અને વાયએમસીએ તેમજ શનિવારે સ્પોર્ટ્સ કલબ મેમ્બરો માટે શરૂ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આ‌વ્યો છે.

છેલ્લા ત્રણ મહિનાથી બંધ કલબ સરકારની ગાઇડલાઇન સાથે શુક્રવારથી શરૂ કરવામાં આવી રહી છે. શહેરની મોટી કલબ રાજપથ, કર્ણાવતી અને વાયએમસીએ પોતાના સભ્યો માટે શુક્રવારથી શરૂ કરવામાં આવશે. જ્યારે સ્પોર્ટ્સ કલબને શનિવારથી શરૂ કરવામાં આવશે.

શહેરની પ્રીમિયમ ગણાતી રાજપથ, વાયએમસીએ અને કર્ણાવતી ક્લબ કોરોના પછી બીજી વખત બંધ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી બંધ કલબમાં એક્ટિવિટી શરૂ કરવામાં ડૉકટરની એક પેનલની રચના કરવામાં આવી છે. ડૉકટરના ગાઇડલાઇન હેઠળ શહેરની તમામ કલબની સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. રાજપથ, કર્ણાવતી, વાયએમસીએ અને સ્પોર્ટ્સ કલબમાં સ્વિમિંગ પૂલ અને થિયેટરની એક્ટિવિટી બંધ રાખવામાં આવી છે. જ્યારે સ્પોર્ટ્સમાં જિમ અને લાઇબ્રેરી 50 ટકા સભ્યો સાથે શરૂ કરવામાં આવશે.

રાજપથમાં સ્વિમિંગ પૂલ-થિયેટર શરૂ નહીં થાય
રાજપથ કલબમાં ડૉકટરની પેનલ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શુક્રવારથી કલબના મેમ્બર માટે સ્પોટર્સની એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. જેમા માત્ર સ્વિમિંગ પૂલ અને થિયેટર બંધ રાખવામાં આવ્યા છે. > ડૉ. વિક્રમ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજપથ કલબ

કર્ણાવતી રેસ્ટોરન્ટ બે દિવસ પછી શરૂ કરાશે
ક્લબ લગભગ શુક્રવારથી શરૂ કરીશું. સ્વિમિંગપુલ સિવાયની તમામ પ્રવૃતિ શરૂ થશે. જ્યારે રેસ્ટોરન્ટ બે દિવસ પછી શરૂ કરવામાં આવશે. જિમમાં 50 ટકા સાથે દિવસની 4 બેચ બનાવામાં આવશે. > કેતન પટેલ, સેક્રેટરી કર્ણાવતી કલબ

વાયએમસીએમાં થિયેટર બંધ રહેશે
વાયએમસીએમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે. કલબમાં જિમ અને લાઇબ્રેરીમાં 50 ટકા સાથે પ્રવેશ આપવામાં આવશે > શ્યામ મહેતા, સીઇઓ વાએમસીએ

શનિવારથી સ્પોર્ટ્સ કલબ શરૂ કરાશે
શનિવારથી કલબના સભ્યો માટે કલબમાં એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. કલબમાં મોટા ભાગે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે. માત્ર સ્વિમિંગ પૂલ અને હોમ થિયેટર શરૂ કરવામાં નહીં આવે. > પથિક પટવારી, ડાયરેકટર સ્પોટર્સ કલબ

અન્ય સમાચારો પણ છે...