તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પહેલા લોકડાઉન દરમિયાનથી અત્યારસુધી મોટાભાગની આઈ.ટી. કંપનીઓમાં હજુ પણ વર્ક ફ્રોમ હોમ પેટર્ન પર જ કામ ચાલે છે. ઘણી કંપનીઓમાં લોકડાઉનથી અત્યારસુધી સ્ટાફ ઓફિસમાં આવ્યો જ નથી. જેથી તેમની ઓફિસમાં ઈલેક્ટ્રિસિટી બીલનું પ્રમાણ ઓછુ થયુ છે. જ્યારે ઈલેક્ટ્રિસિટી બીલમાં થયેલા ઘટાડાને લીધે થયેલા નફાને આઈ.ટી. કંપનીઓનાં માલિકો તેમનાં એમ્પ્લોઈઝને ઈન્સેન્ટિવ આપવામાં ખર્ચ કરી રહ્યાં છે. હાલ જ્યારે કોરોનાને લીધે મોટાભાગનાં ધંધા-રોજગારને નુક્સાન પહોંચ્યુ છે ત્યારે આઈ.ટી. ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોનું કહેવુ છે કે વર્ક ફ્રોમ હોમ સિસ્ટમથી અમારા કામમાં કંઈ ખાસ ફેરફાર નથી આવ્યા બલ્કે ફાયદો થયો છે.
વર્ક ફ્રોમ હોમને કારણે ઈલેક્ટ્રિસિટી બિલમાં 40 ટકાનો ઘટાડો થયો છે
લોકડાઉનમાં જ્યારે વર્ક ફ્રોમ હોમની ફરજ પડી હતી ત્યારે ઓફિસનું ઈલેક્ટ્રિસિટી બિલ 40 ટકા ઓછું આવ્યુ હતું. ત્યારબાદ તેમાં હાલ 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનમાં ઓફિસ સંપૂર્ણ બંધ હતી ત્યારે તેમાંથી જે બેનિફિટ થયો. તેને એમ્પ્લોઈઝને તેમના ઘરે જે પણ 8 કલાક દરમિયાન ઈન્ટરનેટ અને તેમના ઘરે જે ઈલેક્ટ્રિસિટી યુઝ થાય તેને કમ્પનસેટ કરી આપવાનો પ્રયાસ કરીએ છીએ. - સૌરિન શાહ, ટી.એમ. સોલ્યુશન પ્રા.લિ.
વર્ક ફ્રોમ હોમને લીધે ઓફિસનો ખર્ચ એમ્પ્લોઈઝ પાછળ કરાય છે
વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ અપનાવવામાં અમને કંઈ વધારે તકલીફ નહોતી પડી. કેમકે અમે 2017થી જ વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ અપનાવ્યો છે. પ ણ તેનાં લીધે જે અમને ઓફિસ એમિનિટીઝનો ખર્ચ નથી થઈ રહ્યો તેમને ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને બીજા એમિનિટીઝ પણ પુરા પાડીએ છીએ. જેથી કોવિડનાં સમયમાં પણ અમે વધારે સરળતાથી કામ કરી શક્યાં છીએ અને એમ્પ્લોઇઝને પણ ફાયદો રહ્યો છે.
-કેયુર શાહ, ગોલ્ડન બર્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ
ઈલેક્ટ્રિસિટી બિલમાં થયેલા ઘટાડામાંથી સુવિધા આપીએ છીએ
લોકડાઉન બાદથી હાલ સુધી મારો મોટાભાગનો ઓફિસ સ્ટાફ ઘરેથી કામ કરે છે. ત્યારે ઓફિસમાં સ્ટાફનું આવવા જવાનું બંધ છે. જેથી ઈલેક્ટ્રિસિટી બીલમાં ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો તો ઘટાડો નજીવો કહેવાય પણ તેમાંથી થયેલ નફાને લીધે ઈન્ટરનેટનું પેકેજ લેવાની સાથે ઓફિસ સ્ટાફને જરુર પુરતી મદદ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કામ ક્યારેય ડિસ્ટર્બ થયું જ નથી. -નઈમ શેખ, બ્રાન્ડ ફેધર્સ ટેક્નો કોમર્શિયલ્સ
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.