તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સેટેલાઇટની નારાયણ ગુરુ કોલેજનો ક્લાર્ક 1548 વિદ્યાર્થીઓની ફીના રૂ. 6.78 લાખ ચાંઉ કરી ગયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, શ્રીનારાયણ કલ્ચર મિશનના ટ્રસ્ટીની ફરિયાદ

સેટેલાઈટની નારાયણ ગુરુ સ્કૂલ-કોલેજનો ક્લાર્ક 1548 વિદ્યાર્થીની ફીના 6.78 લાખ ચાંઉ કરી ગયો હતો. સ્કૂલના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટતાં સ્કૂલ સત્તાવાળાએ હિસાબોની તપાસ કરતાં ક્લાર્કે જાન્યુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 સુધીના 21 માસમાં આ કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું હતું.

બોડકદેવમાં રહેતા તત્તપૂજા નારાયણ (ઉં.73) વર્ષ 2018થી શ્રીનારાયણ કલ્ચર મિશનના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમના કેમ્પસમાં શ્રીનારાયણ સ્કૂલ-કોલેજ આવેલાં છે. કોલેજમાં પરેશ રાવલ 2016થી ક્લાર્ક તરીકે વિદ્યાર્થીઓની ફી, હિસાબ સંસ્થામાં જમા કરાવવાનું કામ કરતા હતા. 17 સપ્ટેમ્બર, 2018ના રોજ સ્કૂલના સભ્યોએ પરેશની ઓફિસમાં સરપ્રાઇઝ વિઝિટ કરી ફી બાબતે હિસાબ માગતા પરેશે જાન્યુઆરી 2017થી સપ્ટેમ્બર 2017 સુધીમાં જુદી જુદી ફેકલ્ટીના 1548 વિદ્યાર્થીની ફીના 6.78 લાખ ચાંઉ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તત્તપૂજા નારાયણે મંગળવારે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પીઆઈ જે. બી. અગ્રવાતે જણાવ્યું હતું કે, પરેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરાઈ છે.

જાન્યુ.-17થી સપ્ટે.-18 વચ્ચેના હિસાબમાં ગોટાળો

એમકોમ સેમેસ્ટર 1 (2018-19)ના 131 વિદ્યાર્થીના

રૂ.40,670

એમકોમ સેમેસ્ટર 2 (2017-18)ના 109 વિદ્યાર્થીના

રૂ.31,020

એમકોમ સેમેસ્ટર 3 (2018-19)ના 8 વિદ્યાર્થીના

રૂ.12,500

એમકોમ સેમેસ્ટર 4 (2017-18)ના 184 વિદ્યાર્થીના

રૂ.22,020

એમકોમ સેમેસ્ટર 4 (2017-18)ના 22 વિદ્યાર્થીના

રૂ.31,790

ગ્રેજ્યુએશન ફીના રૂ. 260 લેખે 592 વિદ્યાર્થીના

રૂ.1,53,920

બીકોમ સેમેસ્ટર 6 (2017-18)ના 72 વિદ્યાર્થીના

રૂ. 3,00,100

અન્ય ફી પેટે 430 વિદ્યાર્થીના રૂ.200 લેખે

રૂ.86,000

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...