કામગીરી:બોપલમાં સોમવાર સુધી સફાઈ ઝુંબેશ શરૂ થવાની શક્યતા નથી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 53 સફાઈ કામદાર રોજમદાર તરીકે લેવાયા પણ જોડાશે સોમવારથી
  • સફાઈનો​​​​​​​ પ્રશ્ન ગંભીર બનતા અમિત શાહે સૂચના આપવી પડી હતી

બોપલના અમદાવાદમાં સમાવેશ બાદ સફાઇને લઇને સર્જાયેલા વિકટ પ્રશ્ન બાદ શુક્રવારે મોડી સાંજે મ્યુનિ. કમિશનરે 53 સફાઇ કામદારોની રોજમદાર તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે હજુ પણ આ સફાઇ કામદારોને જોડાતાં સોમવાર સુધીનો સમય લાગે તેમ હોવાથી બોપલ-ઘુમાના રોડ પરથી ગંદકી દૂર થતાં સોમવાર સુધી રાહ જોવી પડશે.

બોપલનો અમદાવાદની હદમાં સમાવેશ થય બાદ છેલ્લા બે વર્ષથી સફાઇના મામલે વિવાદ ઉભો થયો. અગાઉના સફાઇ કામદારો દ્વારા તેમને કાયમી કરવા માટે માગ કરવામાં આવી હતી. જેને લઇને ઉભા થયેલા વિવાદ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને લોકસભાના સાંસદ અમિત શાહની દરમિયાનગીરી બાદ મ્યુનિ. કમિશનરે શુક્રવારે મોડી રાત્રે લીધો નિર્ણય લીધો હતો કે, 53 કામદારો જેઓ તત્કાલીન બોપલ નગરપાલિકાના રજિસ્ટર પર સફાઇ કામદાર નોંધાયેલા હતા તે સફાઇ કામદારોને શરતોને આધીન રોજમદાર તરીકે રાખવાનો નિર્ણય કરાયો છે.

જે સફાઇ કામદારો તેઓ બોપલ નગરપાલિકાના રજિસ્ટરમા હતાં તેના પુરાવા રજૂ કરશે તેમને પણ રોજમદાર તરીકે રાખશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરે બહાર પાડેલા પરિપત્ર બાદ શનિવારે આ કામદારોને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...