સ્માર્ટ સ્કૂલની ભેટ:અમિત શાહે 4 સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું, કહ્યું, કેટલાક લોકો વચનોની લ્હાણી કરે છે, ભાજપ સરકારે 24 કલાક વીજળી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકો સાથે વાત કરતાં અમિત શાહ - Divya Bhaskar
બાળકો સાથે વાત કરતાં અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેઓ કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસીય સમારોહમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ અધિકારીઓ ભાગ લેશે. તેમણે આજે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ચાર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું છે. શહેરમાં ઘાટલોડિયા, થલતેજ, વાડજની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે.

અમુક લોકો નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનની લ્હાણી આપે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં 22 અનુપમ સ્માર્ટ શાળાઓ ખુલી છે. આજે ચાર શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. તેનો ફાયદો 3200થી વધુ બાળકોને મળશે.અમિત શાહે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમુક લોકો પાંચ વર્ષ સુધી દિવસ રાત જોયા વગર મહેનત કરે છે. નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનની લ્હાણી આપે છે. પહેલા રથયાત્રા બંધ કરાવવી પડતી હતી. મારી બહેનો પોતાના પતિ કરફ્યુમા પાછા કેમ આવશે તેની ચિંતા રહેતી હતી.

અમદાવાદમાં હાલમાં ચાર સ્માર્ટ સ્કૂલો તૈયાર કરાઈ
અમદાવાદમાં હાલમાં ચાર સ્માર્ટ સ્કૂલો તૈયાર કરાઈ

કોંગ્રેસના શાસનમાં દાણચોરો હતાં
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં દાણચોરોના રાજ આપણે જોયા છે. કોંગ્રેસીયાઓ ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા કરી ગયા હતા જે આપણે શૂન્ય બરાબર કર્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસીયાઓ ફરી નીકળી પડશે. જાતિવાદની વાત કરશે અને લાલચ આપશે. ભુપેન્દ્રભાઈએ જેટલું ભંડોળ મળ્યું તે સમયસર વાપર્યુ છે. આજે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યય શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભૂલથી કોંગ્રેસને ના આવવા દેતા ઘરના વડીલોને પૂછજો ભૂતકાળ શુ હતો અને ભાજપ આવ્યા બાદ કેટલું પરિવર્તન આવ્યું છે.

9.54 કરોડના ખર્ચે સ્કૂલો બનાવવામાં આવી
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા રૂ. 9.54 કરોડના ખર્ચે નારણપુરા ગુજરાતી શાળા નંબર 6, થલતેજ શાળા નંબર બે ઘાટલોડિયા શાળા નંબર બે અને ગાંધીનગર શાળા નંબર બે એમ કુલ ચાર સ્કૂલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નવાવાડજ વિસ્તારમાં ગાંધીનગર શાળા નંબર 2નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાઓ તેમણે જોઈ હતી અને ત્યારબાદ સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. બે બાળકીઓ સાથે તેઓએ વાતચીત કર્યા બાદ બંને સાથે તેઓએ હાથ પણ મિલાવ્યા હતા.

રીબીન કાપીને સ્કૂલનું લોકાર્પણ કર્યું
રીબીન કાપીને સ્કૂલનું લોકાર્પણ કર્યું

નેશનલ ગેમ્સની એન્થેમ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.

ગુજરાતના ચાર પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે
ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.

‘કોંગ્રેસના શાસનમાં 100માંથી 37 બાળક ધો.7 પહેલાં સ્કૂલ છોડી દેતાં’
કોંગ્રેસને પ્રશ્ન પૂછતા શાહે કહ્યું કે, પ્રાથમિક શિક્ષણની તમે શું દશા કરી હતી? ગુજરાતમાં ભાજપ શાસન પર આવ્યું ત્યારે 37 ટકા ડ્રોપઆઉટ રેશિયો એટલે કે 100 બાળકો શાળામાં દાખલ થાય અને તેમાંથી 37 બાળકો ધો. 7 પહેલાં શાળા છોડે છે. કોંગ્રેસના શાસનમાં 100 બાળકો જન્મ લે તે પૈકી 67 બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવી શરૂઆત કરી અને કન્યા કેળવણી, પ્રવેશોત્સવ કર્યા, ઘરે ઘરે ગયા અને એનરોલમેન્ટ રેશિયો 100 ટકા લઈ આવ્યા. ગુજરાત દેશભરમાં એક એવું રાજ્ય બન્યું કે જેને 100 ટકા એનરોલમેન્ટ રેશિયો હાંસલ કર્યો છે.

અમિત શાહે છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન મીટ-2022નું ઉદઘાટન કર્યું
અમિત શાહે છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટ-2022નું ઉદ્દઘાટન કરતા કહ્યું હતું કે, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે જેલ પ્રશાસન મહત્ત્વનું અંગ છે. દેશના વડાપ્રધાને વર્ષ 2016માં આપેલું મોડલ જેલ મેન્યુઅલ તમામ રાજ્યો અપનાવે તેવી અપીલ શાહે કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી 6 મહિનામાં આ માટેનો મોડલ એક્ટ લવાશે. શાહે સૌને અપીલ કરી હતી કે, જેલ પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ જરૂરી છે અને સરકાર તે દિશામાં કટિબદ્ધ છે. તેમણે આ મીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...