તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં કાંકરિયા, રાયપુર, ગોમતીપુર સહિતનાં કામદાર વીમા યોજનાનાં દવાખાનાઓની હાલત ખંડેર જેવી છે. અમદાવાદમાં 10 લાખ અ્ને દેશમાં 6 લાખ કરતાં વધારે એમએસએમઈમાં મળી કુલ 27 કરોડ કરતાં વધારે કામદારો છે. જેમને દવાખાનાઓમાં ઉત્તમ તબીબી સેવાઓ મળે તે માટે 50 વર્ષ અગાઉથી દવાખાનાઓ બનાવાયેલા છે.
અમદાવાદમાં આવી 49 ડિસ્પેન્સરી છે જેમાંથી મોટા ભાગની જર્જરિત કે ખંડેર હાલતમાં છે. અમદાવાદમાં જે કામદારો છે તેમને તબીબી સેવા માટે એએમસીની હોસ્પિટલ સુધી જવું પડે છે અને લાઈનોમાં ઊભા રહેવું પડે છે બીજી તરફ આ દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી ક્યાંક છે તો તેમને એખ સાથે બે-ત્રણ દવાખાનાઓની જવાબદારી સોંપાઈ છે.
શહેરમાં 1 હોસ્પિટલ અને 49 ડિસ્પેન્સરી છે જે જર્જરિત છે
રાજ્ય વીમા નિગમના કામદારોને ઉત્તમ તબીબી સેવા મળે તે હેતુથી 50 વર્ષ પહેલાં દવાખાનાઓ બનાવ્યા છે જેમાં અમદાવાદમાં કાંકરિયા, રાયપુર, ગોમતીપુર સહિતનાં જે દવાખાનાઓ છે તે તદ્દન જર્જરિત સ્થિતીમાં છે. તેમાં તબીબી સેવાઓનો પણ અભાવ છે અને પૂરતી દવાઓ અને સ્ટાફ પણ નથી. અમે વારંવાર જે તે તંત્ર તેમજ મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલય સુધી અમારી વાત કરી છે કે કામદાર વીમા રાજ્ય વીમા નિગમના કામદારો અને તેમના પરિવાર માટે અલાયદો આરોગ્ય વિભાગ બને. અમદાવાદમાં તે માટે માત્ર એક હોસ્પિટલ છે અને 49 ડિસ્પેન્સરી છે જેમાંથી મોટા ભાગની જર્જરિત છે અને ખાસ કોઈ સારવાર લેવા પણ જતું નથી. -મગનભાઈ પટેલ,પ્રેસિડેન્ટ,ઓલ ઈન્ડિયા MSME ફેડરેશન
દવાખાનાની હાલત સુધારી પૂરતી સગવડો મળવી જોઈએ
કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો સારવાર માટે દવાખાના તરફ જ વળતો હોય છે પરંતુ જો શહેરના દવાખાના જ જર્જરિત અવસ્થામાં હશે તો દર્દી કોની તરફ આશની નજર કરશે.અમદાવાદમાં મેડિકલ સેવાઓ સારી મળી રહી છે તેમાં કોઈ બેમત નથી પણ કામદાર વીમા નિગમના કામદારોને તબીબી સેવાઓ મળે તે માટે તૈયાર કરાયેલા કેટલાક દવાખાના અત્યારે જર્જરિત થઈ ગયા છે. તેનો વિકાસ કરવો જોઈએ અને તેમાં દર્દીઓને પૂરતી સગવડો મળે તે પણ જોવું જોઈએ.આ સ્થિતીમાં દવાખાના પોતે જ બિમાર હોય તે કેમ ચાલે? જે તે તંત્રએ પણ આ બિમાર દવાખાનાઓનો ઈલાજ કરવો જોઈએ.-ચંદ્રકાંત મોદી, મણિનગર
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.