તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:શહેરમાં હવે 251 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 14 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 22ને મુક્ત કરવામાં આવ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 251 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 259 વિસ્તારમાંથી આજે 22 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 14 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 1 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 3, સેન્ટ્રલ ઝોનના 2 વિસ્તાર, નોર્થ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 4 વિસ્તાર, વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થાય છે.

22 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 22 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 5 વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ ઝોનના 2 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 4 વિસ્તાર, વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 6 વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...