હવામાન વિભાગની આગાહી:સપ્ટેમ્બરના પ્રારંભે શહેરમાં 3 ઈંચ સુધી વરસાદ પડવાની વકી, બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લૉ-પ્રેશરથી આશા બંધાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે

છેલ્લાં 15 દિવસથી વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજયમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી રાહત મળે તેવા સંક્તો હવામાન વિભાગે આપ્યા છે.

રાજ્યમાં 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન હળવોથી ભારે વરસાદ જયારે અમદાવાદમાં એક અઠવાડિયા દરમિયાન 1થી 3 ઇંચ વરસાદ પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધીને 36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 26.6 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહ્યું હતું. પરંતુ, હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.