તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેખોફ અમદાવાદીઓ:શહેરમાં છેલ્લા નવ મહિનામાં 33 હજાર 407 લોકોને દંડ ફટકારવામાં આવ્યો, 42228 લોકોની અટકાયત કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના બેદરકાર લોકોને દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. - Divya Bhaskar
અમદાવાદના બેદરકાર લોકોને દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે.
 • રેલવે સ્ટેશન, એસટી, શાક માર્કેટમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ડીજીપીની સૂચના

કોરોનાકાળમાં અમદાવાદમાં બેદરકાર થયેલા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. દંડનીય કાર્યવાહી હેઠળ છેલ્લા નવ મહિનામાં 33 હજાર 407 લોકો દંડાયા છે, જ્યારે 42 હજાર 228 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે શનિવારે માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 3260 લોકો પાસેથી કુલ 32.60 લાખ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા. આમ, જાહેરનામા ભંગ અને માસ્કનો નિયમ સરકારી તિજોરી માટે મોટી આવકનું કારણ બની રહ્યો છે. છેલ્લા 250 દિવસમાં માસ્ક વગરના 21.40 લાખ લોકોને પકડીને તેમની પાસેથી પોલીસે રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી. પોલીસવડા આશિષ ભાટિયાએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.

જાહેરનામા ભંગના 60 હજાર ગુના, 4.92 લાખ વાહન જપ્ત કરાયાં
લોકડાઉનથી આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયા છે. જ્યારે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં.

કોરોનાની ગાઈડલાઈન્સનું પોલીસ કડક પાલન કરાવે
હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે, જેમાં સરકારની ગાઈડલાઈન્સનું કડક પાલન થાય એ જોવાની જવાબદારી પોલીસની છે. જેથી ડીજીપીએ તમામ પોલીસ અધિકારીને લગ્ન, રાજકીય સમારોહમાં ગાઈડલાઈન્સનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે.

બોડકદેવ, નવરંગપુરા, નારણપુરા સહિત 10 વોર્ડમાં 200થી વધુ કેસ.
બોડકદેવ, નવરંગપુરા, નારણપુરા સહિત 10 વોર્ડમાં 200થી વધુ કેસ.

અમદાવાદમાં કોરોનાની હાલની પરિસ્થિતિ
છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે, જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે, જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે. જોકે ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીનાં મોત થયાં છે. બે વિસ્તાર કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો