તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાની દાદાગીરી:અમદાવાદ એરપોર્ટ પર બેગ ચેક કરવાનું કહેતા મહિલાએ CISFના જવાનને લાફો માર્યો, કહ્યું-હું સરકારી અધિકારીની છોકરી છું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • થલતેજમાં રહેતી નીલમ દવેએ CISF જવાન કલ્પેશ રામટકેને લાફો માર્યો

અદાણી ગ્રૂપ સંચાલિક અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલની વહેલી સવારે અમદાવાદની મહિલા અને CISF(સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાન કલ્પેશ રામટકે વચ્ચે બેગ ચેક કરવા બહાને બબાલ થઈ હતી. નીલમ દવે નામની મહિલાએ બેગ ચેક કરવાની ના પાડીને કહ્યું કે હું સરકારી અધિકારીની છોકરી છું અને ઝઘડો આગળ વધ્યો હતો અને મહિલાએ ઉશ્કેરાઈને જવાનને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર અન્ય લોકો ભેગા થઈ ગયા હતાં. આ બનાવ અંગે CISFના જવાને એરપોર્ટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલાની બેગ સ્કેન ક્લિયર થતી ન હતી
અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદ નરોડામાં રહેતા કલ્પેશ રામટકે (ઉ.વ.47)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ CISFમાં રાતે 9થી સવારે 6 વાગ્યા સુધી એરપોર્ટ પર ફરજ બજાવે છે. બુધવારે રાતે તેમની નોકરી પર હાજર હતા, ત્યારે વહેલી સવારે એક મહિલાની બેગ સ્કેન ક્લિયર થતું ન હતી. જેથી સ્ટાફના અન્ય વ્યક્તિ તેમને સમજાવી રહ્યા હતા કે, તમારી બેગમાં ફોન કે સિક્કા હશે, જેથી તમારી બેગ ક્લિયર થતી નથી, જેથી તમારી બેગ ચેક કરવી પડશે.

મહિલાએ ગુસ્સે થઈને બેગ નીચે ફેંકી દીધી
CISFના જવાનની ફરિયાદ મુજબ, આ સમયે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ મહિલા ઉશ્કેરાઈ ગયા હતા અને જોરજોરથી બોલવા લાગ્યા હતાં. તેમજ મહિલાએ ગુસ્સે થઈને બેગ નીચે ફેંકી દીધી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. વાત આગળ વધતા મહિલાએ કહ્યું હું સરકારી અધિકારીની છોકરી છું અને ઉશ્કેરાઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ કલ્પેશ રામટકેને લાફો મારી દીધો હતો. કલ્પેશભાઈએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પાસપોર્ટ પરથી તેમનું નામ નીલમ દવે (રહે.થલતેજ) હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો