અમદાવાદ:મેટ્રો રૂટના ચાર સ્ટેશન પર ચાઈનીઝ કંપનીએ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, અમરાઈવાડી, એપરલ પાર્ક પર કામ પૂરું

મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર પેસેન્જરોની સુરક્ષા માટે તમામ સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવાશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી લગભગ 6.5 કિલોમીટર લાંબા રૂટ પર મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રૂટ પર આવતા છ સ્ટેશનમાંથી ચાર સ્ટેશન વસ્ત્રાલગામ, નિરાંત ચોકડી, અમરાઈવાડી અને એપરલ પાર્ક સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે બાકીના બન્ને સ્ટેશન વસ્ત્રાલ અને રબારીકોલોની પર સ્ક્રીન ડોર લગાવવાની કામગીરી ચાલી રહી છે.

ફેઝ-1માં વસ્ત્રાલગામથી થલતેજ સુધીના તેમજ એપીએમસીથી મોટેરા ગામ સુધી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. આ બન્ને રૂટ પર 32 સ્ટેશન છે અને તમામ પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવાશે. આ કામગીરી માટે 2018માં ચાઈનાની કંપનીને ટેન્ડર અપાયું હતું. હાલ ચીનની કંપની વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક વચ્ચે 6 સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવામાં આવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...