તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:IIMAના 18 ડોર્મ તોડીને નવું બાંધકામ કરવાના નિર્ણયનો આર્કિટેક્ટ લુઈસ કહાનના સંતાનોએ વિરોધ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આર્કિટેક્ટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ IIMA અમદાવાદના ડિરેકટરને પત્ર લખ્યો - Divya Bhaskar
આર્કિટેક્ટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ IIMA અમદાવાદના ડિરેકટરને પત્ર લખ્યો
 • લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ ડિરેકટરને પત્ર લખી કહ્યુઃ ડિમોશલીશનથી મોડર્ન આર્કિટેકચરનો વારસો ખતમ થઈ જશે

IIMA અમદાવાદમાં વિશ્વવિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કહાને અહીં ડિઝાઇન કરેલા 18 ડોર્મ આ સંસ્થાની ઓળખ સાથે જોડાયેલા છે. જો કે ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે આ ડોર્મ જર્જરિત બનતા અંદરની બાજુના 14 ડોર્મને જમીનદોસ્ત કરી તેના સ્થાને નવેસરથી બાંધકામ કરવામાં આવનાર છે. ત્યારે સુવિખ્યાત આર્કિટેક્ચર લુઈસ કહાન દ્વારા ડિઝાઈન કરાયેલા બ્રિક વર્ક બિલ્ડીંગ્સને તોડી નવુ બાંધકામ કરવા મુદ્દે લુઈસ કહાનના પરિવારે વિરોધ નોંધાવ્યો છે.

આર્કિટેક્ટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ IIMA અમદાવાદના ડિરેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે અમારા પિતા દ્વારા થયેલ આર્કિટેકચર વર્ક એ ઈન્ડિયન મોડર્ન આર્કિટેકચરનો વારસો છે અને જે ડિમોલિશન કરવામાં આવશે તેમાં ખતમ થઈ જશે. જેથી તમામ ડોર્મેટરી બિલ્ડીંગ્સને તોડી તેની જગ્યાએ નવા ડોર્મ તૈયાર કરવાનું પ્લાનિંગ ન કરવામા આવે અને હાલ આ મુદ્દે ફેરવિચારણા કરવામા આવે ઉપરાંત IIMA અમદાવાદની બોર્ડ મીટિંગ સમક્ષ અમને પણ બોલવાની તક આપવામા આવે.

આર્કિટેકટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ જ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો
IIMA અમદાવાદના જુના કેમ્પસમાં નવા બાંધકામને લઈને હાલ વિવાદ ઉભો થયો છે.આર્કિટેકટ લુઈસ કહાનના ત્રણેય સંતાનોએ જ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ ડિરેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે અગાઉ તમારા દ્વારા જ અમને ખાત્રી આપવામા આવી હતી કે તમામ 18 ડોર્મેટરી બિલ્ડીંગ એ અમારા પિતાના આર્કિટેક્ચરલ વર્કના માસ્ટર પીસ સમાન છે અને તે વિશ્વમાં જાણીતા છે.પરંતુ આ 18 ડોર્મેને તોડી પાડી તેના સ્થાને નવા બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે તે નુકશાનકર્તા છે. IIMA અલ્યુમની, બિઝનેસ લીડર્સ અને ઈન્ડસ્ટ્રીમાં આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડશે અને ચોમેર વિરોધ ઉભો થશે તથા આ ડિમોલિશનથી IIMA અમદાવાદ માટે મોટી સમસ્યા ઉભી થશે.

આર્કિટેક્ટ લુઈસ કહાનના સંતાનોએ પત્ર લખીને શું જણાવ્યું

પૂર્વ વિદ્યાર્થીઓને ડિમોલિશન અને નવા બાંધકામ મુદ્દે પત્ર લખી જાણ કરાઈ
લુઈસ કહાનની પુત્રી સુઈ એન્ન કહાન, પુત્રી એલેક્ઝાન્ડ્રા ત્યાંગ અને પુત્ર નાથ્નિએલ કહાન સહિત ત્રણેય સંતાનોએ ડિરેકટરને જણાવ્યું છે કે અમારો ભારપૂર્વકનો આગ્રહ છે કે આ બાબતે ફેરવિચારણા કરવામા આવે અને તમામ બિલ્ડીંગ તોડવાને બદલે રીસ્ટોરેશનનો કે કહાન ડોર્મેટરી બિલ્ડીંગને ડોર્મેટરીને બદલે અન્ય રીતે ઉપયોગમાં લેવામા આવે આૃથવા અન્ય કોઈ વિકલ્પ વિચારવામા આવે.અમે આ બાબતે મદદ કરવા તૈયાર છીએ અને અમને બોર્ડ મીટિંગ સમક્ષ બોલવાની તક આપવામા આવે.મહત્વનું છે કે લુઈસ કહાનના સંતાનોએ ડિરેકટરને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હોવા છતાં તેના એક દિવસ બાદ ડિરેકટર દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને ડિમોલિશન અને નવા બાંધકામ મુદ્દે પત્ર લખી જાણ કરવામા આવી હતી.

18 ડોર્મ લુઇસ કહાનના શ્રેષ્ઠ આર્કિટેક્ચર પૈકી એક
અહીં આવેલા 18 ડોર્મ લુઇસ કહાનના શ્રેષ્ઠ આર્કિટેક્ચર પૈકી એક ગણાય છે. આ ડોરમિટરીમાં આશરે 400 વિદ્યાર્થીઓ રહે છે. જો કે ડોર્મ અતિ જર્જરિત અવસ્થામાં હોવાથી થોડાં સમય પહેલાં ડોર્મ-15 અને લાઇબ્રેરીનું સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે આમ છતાં કોઇ સુધારો ન દેખાતા IIMA દ્વારા કેટલાંક આર્કિટેક્ચર નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. જેના આધારે IIMA દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કેમ્પસની શરૂઆતમાં આવતા અને સમગ્ર સંકુલના પરિઘમાં આવતા ડોર્મ નંબર 15થી 18નું સમારકા કરવામાં આવશે અને અંદરની બાજુના ડોર્મનું નવેસરથી બાંધકામ કરવામાં આવશે. અંદરની બાજુના ડોર્મની ડિઝાઇન અને બાંધકામ શૈલી લુઇસ કહાનની પરિકલ્પનાને સુસંગત હોય તેવા આર્કિટેક્ટ અને નિષ્ણાતોને નવી ડિઝાઇન તૈયાર કરવા સૂચના આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો