તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘નાટકના પાત્રોમાં પ્રાણ પુરવાનું કામ બોડી લેગ્વેજ કરે છે. કોઈ પણ કેરેક્ટરને સારી રીતે ભજવવા માટે તમારી ડાયલોગ કે બોડી લેગ્વેજની સાથે સાથે અલગ અલગ પાસાઓ જેવા કે કોસ્ચ્યૂમ અને હાવભાવ પણ એટલું જ મહત્વ ધરાવે છે. એક સારા એકટર કે આર્ટિસ્ટ બનવા માટે રિહર્સલ વગર પર્ફોર્મ કરીએ તો એ પ્રથમ પ્રયાસે જ થઈ જાય એવું જરૂરી નથી પણ એને વધુ સારી રીતે નિભાવા માટે રિહર્સલ કરવા બહુ જ જરૂરી છે.’ આ શબ્દો છે એક્ટર અને સ્ટેન્ડઅપ કોમેડિયન ઓજસ રાવલના. લૉકડાઉનમાં સતત 43માં દિવસે પણ શહેરના ‘ધ અર્થિંગ ગ્રૂપ’ દ્વારા નાટ્ય રસિકો માટે માસ્ટરકલાસનું આયોજન કરાયું હતું. જેમાં મુંબઇના ખ્યાતનામ એક્ટર અને સ્ટેન્ડઅપ કોમેડિયન ઓજસ રાવલે ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે જોડાઈને એકટિંગ અને કેરેક્ટરાઈજેશન વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે એક્ટિંગ માટે કેરેક્ટરાઇજેશન ટિપ્સ અને ટેક્નિક વિશે વાત કરી હતી. સાથે જ કેરેક્ટર ભજવવા માટે કોસ્ચ્યૂમ, અવાજ, બોડી લેેગ્વેજ, એક્સપ્રેશન અને ઇમ્પરોવાઈઝેશન વિશે પણ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.