જાહેરાત:ચેમ્બરનું ઇલેક્શન 2 જુલાઈએ સવારે, સાંજે રિઝલ્ટ જાહેર થશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી લંબાવવાના ચેમ્બર પ્રમુખના પ્રયાસો બાદ અંતે જાહેરાત
  • સિનિયર વાઇસ પ્રેસિડન્ટ માટે ભાર્ગવ ઠક્કર પ્રબળ દાવેદાર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2022-23 માટેની ચૂંટણી લંબાવવાના પ્રમુખના પ્રયાસો અને વિવાદો બાદ અંતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. 2 જુલાઈએ ચૂંટણી બાદ 3 જુલાઈએ સામાન્ય સભા યોજાશે. ચેમ્બરની ચૂંટણી માટેનાં ઉમેદવારી ફોર્મ 11થી 16 જૂન દરમિયાન ભરીને 17 જૂને સાંજે 4 વાગ્યા સુધી સબમિટ કરવાનાં રહેશે.

20 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ સામેની વાંધા અરજીની ચકાસણી કરી શકાશે. 21 જૂન ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આ દિવસે આખરી યાદી જાહેર કરાશે. 2 જુલાઈએ રોજ સવારે 9થી 4 ચૂંટણી યોજાશે અને સાંજે પરિણામ જાહેર કરાશે. પરિણામ જાહેર થયાના એક કલાકમાં ફેર મતગણતરી માટે અરજી કરવાની રહેશે.

3 જુલાઈએ સાંજે 5.30 વાગ્યે વાર્ષિક સામાન્ય સભા યોજાશે, જેમાં નવા ચૂંટાયેલા સભ્યોને સત્તા સોંપાશે. જો જરૂર જણાશે તો પરિણામને બીજા દિવસ એટલે કે રવિવારે ગણતરી કરીને જાહેર કરાશે. કારોબારીની બેઠક મળતાંની સાથે જ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને જુનિયર વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણી માટેનાં દાવેદારોના નામ ચર્ચાવાનું શરૂ થઈ ગયું છે. સિનિયર વાઇસ પ્રેસિડન્ટના પદ માટેના સૌથી મજબૂત દાવેદાર ભાર્ગવ ઠક્કર મનાય છે. હાલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પથિક પટવારીએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યું છે.

જુનિયર વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા માટે 5 નામ
જુનિયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા માટે પણ પાંચ નામ ચર્ચાઈ રહ્યાં છે, જેમાં વટવાના યોગેશ પરીખ, સચિન પટેલ, અનિલ સંઘવી, મદનલાલ જ્યસ્વાલ અને યોગેશ લાખાણીનાં નામ ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...