નવા મંત્રીમંડળની રચના:નીતિન પટેલ માટે બનાવેલી ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદી પાસે, જ્યાં સ્ટાફ બેસતો હતો ત્યાં જિતુ વાઘાણી બેસશે

અમદાવાદએક મહિનો પહેલા
સ્વર્ણિમ સંકુલની ફાઇલ તસવીર.
  • ચૂડાસમાના સ્થાને રાઘવજી પટેલ, પ્રદીપસિંહની ચેમ્બર આર.સી. મકવાણાને અપાઈ

નવા મંત્રીમંડળની રચના સાથે હવે સ્વર્ણિમ સંકુલમાં પણ પાવર સેન્ટર બદલાયાં છે. જૂના મંત્રીઓએ ખાલી કરેલી ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવવાના વિધિવત્ આદેશ સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ માટે સ્વર્ણિમ સંકુલના બીજા માળે બનાવેલી આલીશાન ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવાઈ છે.

સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી છે. અગાઉ નીતિન પટેલ હસ્તક બે ચેમ્બર હોવાથી બે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ચેમ્બર આપી હતી, પરંતુ હવે તમામ 10 કેબિનેટ મંત્રીનો સમાવેશ સ્વર્ણિમ સંકુલ-1માં કરી દેવાયો છે. સ્વર્ણિમ સંકુલ-2માં પાવર સેન્ટર ત્રીજા માળે આવેલી પ્રદીપસિંહ જાડેજાની ચેમ્બર હવે રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાને અપાઇ છે, જ્યારે નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-2ના પ્રથમ માળે આવેલી ચેમ્બર-1 અપાઇ છે, જ્યાં રૂપાણી સરકારના કુંવરજી બાવળિયા બેસતા હતા.

સ્વર્ણિમ સંકુલ-1માં ક્યા મંત્રીને કઇ ચેમ્બર ફાળવાઈ

માળહાલના મંત્રીજૂના મંત્રી
બીજોરાજેન્દ્ર ત્રિવેદીનીતિન પટેલ
બીજોજિતુ વાઘાણીનીતિન પટેલનું કાર્યાલય
બીજોઋષિકેશ પટેલઇશ્વર પરમાર
બીજોપૂર્ણેશ મોદીઆર.સી.ફળદુ
બીજોરાઘવજી પટેલભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
પ્રથમકનુ દેસાઇસૌરભ પટેલ
પ્રથમકિરીટસિંહ રાણાદિલીપ ઠાકોર
પ્રથમનરેશ પટેલકૌશિક પટેલ
પ્રથમપ્રદીપ પરમારજયેશ રાદડિયા
પ્રથમઅર્જુનસિંહ ચૌહાણગણપત વસાવા
અન્ય સમાચારો પણ છે...