તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષના શાસનમાં ચેરમેન પત્નીના પતિદેવનું રાજ રહ્યું છે. જિલ્લા પંચાયતની બાંધકામ, સામાજિક ન્યાય સમિતી, સિંચાઇ અને મહિલા બાળ સમિતીમાં મહિલા ચેરમેનનું નામ માત્ર કાગળ પર જ રહ્યું છે. નિર્ણયની તમામ સત્તા પતિ પાસે જ રહેતી હતી. સમિતીની બેઠક સમય મહિલા ચેરમેન અલગ રૂમમાં બેઠા હોય અને પતિ દેવ અલગ રૂમમાં બેસી સમિતીના અન્ય સભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી નિતી વિષયક નિર્ણયો કરી પ્રોસીડીંગ ઇસ્યુ કરતા હતાં. તાલુકા પંચાયતોમાં પણ આવી જ સ્થિતી જ રહી હતી.
જિલ્લા પંચાયતમાં ડીડીઓ અરૂણ મહેશ બાબુને વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા છે. જેથી હવે સત્તાપક્ષના સભ્યો કે વિપક્ષના સભ્યોને કોઇ પણ કામ માટે ડીડીઓ દ્વારા કર્મચારીઓને આદેશ કરવાનો રહેશે. જિલ્લા પંચાયતમાં ચુંટાયેલી પાંખ કોંગ્રેસ અને બળવાખોર સભ્યોની મદદથી સત્તા પર આવેલી ભાજપની સત્તામાં મહિલા સભ્યોની ચેરમેન તરીકે નિમણૂંક કરાયા પછી તેમના પતિ જ નિર્ણય કરતા હતાં.
ચેરમેનની ખુરશી પર બેસી નિતી વિષયક નિર્ણયો કરી કર્મચારીઓને આદેશ કરતા હતાં. અધિકારીઓ પાસે વર્ક ઓર્ડરથી લઇ વહીવટી લેવાનો વ્યવહાર પણ પતિ દેવો જ કરતા હતાં. જેના લીધે કેટલીકવાર તો અધિકારીઓ પણ ભૂલી જતા હતાં,કે ચેરમેન પતિ છેકે, પત્ની. ડીડીઓ સાથે વ્યવહાર પણ પતિ દેવો જ કરતા હતાં. કોઇ અરજદાર ભૂલમાંથી બોલે કે ચેરમેનની ખુરશી પર પતિ દેવ કેમ બેઠા છે ? તો તેના કામ અટકાવી દેવાતા હતાં. આવા વહીવટથી કર્મચારીઓમાં ભારે નારાજગી છે. જે સમિતીની બેઠક યોજાય તેનું પુરેપૂરુ રેકોર્ડીંગ કરાય. છેલ્લા અઢી વર્ષમાં સત્તાપક્ષ ભાજપમાં મહિલા ચેરમેનોના પતિઓનો દબદબો રહ્યો છે.
મહિલા ચેરમેનની ખુરશી પર બેસી કર્મચારીઓને આદેશ કરનાર તમામ પતિઓથી ખુદ પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ પણ નારાજ હતાં. પ્રમુખે જિતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, આ રીતે વહીવટ નહીં કરવા વારંવાર ટકોર કરી હતી. પરંતુ કોઇ સુધારો થયો નહતો. તાજેતરમાં ભાજપ પ્રમુખે પણ આજ બાબતે જાહેરમાં ટકોર કરી છે. બીજીતરફ છેલ્લા અઢી વર્ષમાં બે સમિતીઓમાં ઘણા વિવાદ થયા હતાં. સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ પણ પોતાની માંગ માટે ડીડીઓ કચેરીની બહાર ધરણા પર બેસવું પડ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.