તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:અધ્યક્ષે નેતા ધાનાણીને કહ્યું, તાજનો સાક્ષી આરોપી ગણાય હવે ના બોલો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની હોસ્પિટલોમાં સીટીસ્કેન અને એમઆરઆઇ મશીન જેવી સુવિધાનો પ્રશ્ન ચર્ચામાં હતો. આ દરમિયાન પેટા પ્રશ્ન પુછવા ઉભા થયેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે હું તાજનો સાક્ષી છું હોસ્પિટલોમાં શું પરિસ્થિતિ છે તેનો. અધ્યક્ષે તેમને ટોકતા કહ્યું કે તાજનો સાક્ષી છું એવું ન કહેવાય. આરોપી હોય તે જ તાજનો સાક્ષી બને. જેથી હવે ન બોલતા. માત્ર સાક્ષી છું તેવું તમે કહી શકો.

નીતિનભાઈ બોલ્યા ભીખાભાઈ તમારા પરના કેસની ચિંતા કરો
સિંચાઇ યોજનાના પ્રશ્નની ચર્ચાનો જવાબ નીતિન પટેલ આપી રહ્યા હતા ત્યારે હંમેશાની ટેવ મુજબ કોંગ્રેસના વડીલ ધારાસભ્ય ભીખાભાઇ જોશી વચ્ચે કોમેન્ટ કરી રહ્યા હતા. જેથી અકળાયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમને ટપારતા કહ્યું કે ભીખાભાઇ તમે વકીલોની સલાહ લો. તમારા પર કેસ ચાલે છે તેની ચિંતા કરો. ગરીબોની ચિંતા અમારી ઉપર છોડી દો.

પ્રજાને ભિખારી ના કહો, પ્રજા પાસે આપણે જ મત લેવા જવું પડે છે
કોંગ્રેસના સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમાર સરકાર ઉપર આક્ષેપ કરવાના અતિરેકમાં બોલ્યા હતા કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. અધ્યક્ષે આ વાંધાજનક શબ્દો રેકર્ડ પરથી દૂર કર્યા હતા અને તેમને સૂચના પણ આપી હતી. તેમ છતાં થોડીવાર પછી ફરી તેમણે આ જ શબ્દો દોહરાવ્યા હતા. જેથી અધ્યક્ષે તેમને ટકોર કરી હતી કે તમને ના પાડી હોવા છતાં તમે આવા શબ્દો બોલો છે. પ્રજાને ભિખારી ના કહી શકાય. આપણે પ્રજા પાસે મતનું દાન લેવા જવું પડે છે. કોણ ભિખારી એ નક્કી કરો.

ઈન્ટરનેટ ન હોવાથી ઓનલાઇન ભણવા છોકરાંને ડુંગરે ચઢવું પડે છે
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અનીલ જોશિયારા શિક્ષણ વિભાગના બજેટની ચર્ચામાં તેમના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ અંગે વાત કરી રહ્યા હતા. જોશિયારાએ કહ્યું કે કોરોનાને કારણે આખું વર્ષ સ્કૂલો બંધ રહી. સરકારે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરી તે સારી વાત છે પરંતુ અમારા આદિવાસી વિસ્તારમાં નેટવર્ક આવતું નહીં હોવાથી ઓનલાઇન ભણવા માટે છોકરાવને ઝાડ ઉપર અથવા ડૂંગરા ઉપર ચડવું પડે છે. જેથી હવે સરકાર ઓનલાઇન અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

બસ હવે નહીં, ચર્ચા એટલી બધી થઇ કે હું અડધો ડોક્ટર બની ગયો
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શક્ય એટલા વધું પ્રશ્નો ચર્ચામાં આવે અને મહત્વના પ્રશ્નો ચર્ચાઇ શકે તે માટે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ કાળજી રાખતા જોવા મળે છે. પેટા પ્રશ્નો પુછવા માટે પણ જે તે વિસ્તારના પ્રશ્ન હોય તે વિસ્તારના ધારાસભ્યોને પ્રાધાન્ય અપાય છે. જાનગર અને દ્વારકાની હોસ્પિટલોમાં સુવિધાના પ્રશ્ને લંબાણપૂર્વકની ચર્ચા થઇ ગઇ હતી છતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી વારંવાર પ્રશ્નો પુછવાનો આગ્રહ રાખતા હતા જેથી તેમને બેસાડતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે આ મુદ્દે એટલી બધી ચર્ચા થઇ છે કે હું અડધો ડોક્ટર બની ગયો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો