તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:અધ્યક્ષે કહ્યું, પરેશભાઇ તમે તો પ્રેમમાં પીએચ.ડી. કરી નાંખી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં લવ જેહાદના મુદ્દા પર બોલતાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લૈલા-મજનૂ અને રોમિયો જુલિયેટથી માંડીને શોલેના વીરુ અને બસંતી સુધીના કિસ્સા ટાંક્યાં. તેમણે આંતરધર્મી લગ્ન કરનારી બોલિવુડની હસ્તીઓ અંગે પણ ઉલ્લેખો ટાંક્યા તો રાધા-કૃષ્ણના પ્રેમના વિરહ અને સમર્પણભાવની ય વાત કરી નાંખી. આ મુદ્દે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હળવી શૈલીમાં ધાનાણીને કહ્યું કે લાગે છે કે પરેશભાઇ તમે તો પ્રેમમાં પીએચ.ડી. કરી નાંખી છે. ધાનાણીએ તો તેમ પણ કહી દીધું કે અમે જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કહીએ છીએ તો આમને ગમતું નથી અને તેની સામે તેઓ જય શ્રી રામ જ બોલે છે.

અધ્યક્ષે નીતિન પટેલને ટપાર્યા
આ પ્રેમ અંગે પરેશ ધાનાણી ગૃહમાં ભાષણ કરી રહ્યા હતા, તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ન ગમ્યું. વાંધો ઉઠાવી તેમણે અધ્યક્ષને કહ્યું કે પરેશભાઇએ બિલની જોગવાઇ પર ચર્ચા કરવી જોઇએ અને આવાં આડકતરાં ઉલ્લેખો દ્વારા તે સમયનો વ્યય કરી રહ્યા છે. પરંતુ અધ્યક્ષે નીતિન પટેલને ટપારતાં કહ્યું કે અગાઉ પ્રદિપસિંહ બિલનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે ઘણાં ઉલ્લેખો કરીને સ્કોપ ખોલ્યો છે, પણ તમે તે વખતે હાજર ન હતા, તેથી તમારો વાંધો ટકશે નહીં.

શાંતિના દૂત તરીકે આજે સફેદ કપડાં પહેરીને આવ્યો છું: અધ્યક્ષ
બિલ ફાડી નાંખ્યા બાદ ઇમરાન ખેડાવાલાએ ગૃહની માફી માંગી, તે બહાલ રાખતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે હું આજે શાંતિનો દૂત થઇને આવ્યો છું. આજે સવારે મેં સફેદ કપડાં પહેર્યાં ત્યારે મારાં ધર્મપત્નીએ મને પૂછ્યું કે કેમ આજે સફેદ કપડાં પહેર્યાં, ત્યારે મેં પણ તેમને એમ જ કહ્યું હતું કે આજે વિધાનસભાનો અંતિમ દિવસ છે એટલે શાંતિના પ્રતીક તરીકે સફેદ કપડાં પહેરું છું. સામાન્ય રીતે ત્રિવેદી ઘણીવાર ગૃહમાં ચમકીલા રંગનું જેકેટ પહેરીને આવે છે.

ગેનીબેનની વાત નીતિન પટેલ સહિત ગૃહના સહુ સભ્યોએ વધાવી
લવ જેહાદના આ બિલની ચર્ચા વખતે વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માતા-પિતાની સંમતિથી જ લગ્ન થઇ શકે તેવો કાયદો હોવો જોઇએ. કોઇ પ્રેમ લગ્ન કે મૈત્રી કરાર કરે તો તેમાં પણ આવી છેતરામણી ન થાય તે માટે કાયદો હોવો જોઇએ. તેમની આ વાતને નીતિન પટેલે વધાવી લીધી અને કહ્યું કે તેમની વાત સાચી છે અને તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આ વાતે ગૃહના સહુ સભ્યોએ પાટલી થપથપાવી વિપક્ષના આ ધારાસભ્યને વધાવી લીધાં હતાં.

ઠુમ્મરે ઇનામદારને ટોણો માર્યો, તમારું કાંઇક ગોઠવાયું લાગે છે
વિધાનસભામાં વિધેયકની ચર્ચા દરમિયાન સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારના મ્હોફાટ વખાણ કર્યાં હતાં. આ દરમિયાન પાટલી પરથી બેઠાં બેઠાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કહ્યું કે કેતનભાઇ તમારું કાંઇક ગોઠવાયું લાગે છે, તે તમે સરકારના આટલાં બધાં વખાણ કરો છે. ભૂતકાળમાં ઇનામદારે સરકારમાં તેમનું કોઇ સાંભળતું નથી તેમ જણાવી રાજીનામું આપવાની વાત કરી હતી તે વાતે ઠુંમરે તેમને ટોણો માર્યો હતો.

ઇમરાન ખેડાવાલા હજુ કુંવારા છે!
બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્ય ઇમરાન ખેડાવાલાએ શાયરી લલકારી હ્રદયભગ્ન લોકોની વ્યથા વ્યક્ત કરી હતી. તે સાંભળીને અધ્યક્ષ ત્રિવેદીએ મજાકના મૂડમાં કહ્યું કે ભાઇ ખેડાવાલા તમે એવું કહેવા માંગો છો કે બધાંના દિલ તૂટે છે, તોે તમારું ય દિલ કેમ તૂટ્યું નહીં. આ સાંભળીને ખેડાવાલાએ કહ્યું કે સાહેબ મને કેવી રીતે ખબર પડે, કારણ કે હું તો કુંવારો છું. અધ્યક્ષે પણ સામે જણાવ્યું કે સારું થયું તમે સ્પષ્ટતા કરી, તમે કુંવારા છો તેવું આજે બધાને જાણવા મળ્યું.

બિલની ચર્ચામાં પ્રતાપ દુધાતે રાકેશ શાહને કહ્યું, શાંતિ રાખ
બિલ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ગાંધીજીના હત્યારાઓ કઇ સંસ્થા સાથે સંકળાયેલા હતા તે સહુ જાણે છે, ત્યારે પાટલી પરથી બેઠાં બેઠાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે સંઘનું નામ લીધું હતું. આ બાબતે આવેશમાં આવી ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે વિરોધ નોંધાવતા કહ્યું કે આ રીતે સંઘનું નામ લઇ ન શકાય. ત્યારે શાબ્દિક ટપાટપીને આગળ વધારતાં દુધાતે શાહને કહ્યું કે શાંતિ રાખ. મામલો વધુ વણસે તે પહેલાં જ અધ્યક્ષ ત્રિવેદીએ મામલે હસ્તક્ષેપ કરીને સ્થિતિ થાળે પાડી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો