લોકડાઉન:કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા, 3 મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર રેડ ઝોનમાં
  • રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં
  • મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં

દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે. 
ગુજરાતનો કયો જિલ્લો કયા ઝોનમાં અને કેટલા છે પોઝિટિવ દર્દી

જિલ્લાઝોન

પોઝિટિવ દર્દી
(30 એપ્રિલ સુધી)

અમદાવાદરેડ3026
સુરતરેડ614
વડોદરારેડ289
આણંદરેડ74
બનાસકાંઠારેડ28
પંચમહાલરેડ34
ભાવનગરરેડ47
ગાંધીનગરરેડ48
અરવલ્લીરેડ19
રાજકોટઓરેન્જ58
ભરૂચઓરેન્જ31
બોટાદઓરેન્જ20
નર્મદાઓરેન્જ12
છોટાઉદેપુરઓરેન્જ13
મહિસાગરઓરેન્જ11
મહેસાણાઓરેન્જ11
પાટણઓરેન્જ17
ખેડાઓરેન્જ06
વલસાડઓરેન્જ05
દાહોદઓરેન્જ05
કચ્છઓરેન્જ06
નવસારીઓરેન્જ06
ગીર-સોમનાથઓરેન્જ03
ડાંગઓરેન્જ02
સાબરકાંઠાઓરેન્જ03
તાપીઓરેન્જ01
જામનગરઓરેન્જ01
સુરેન્દ્રનગરઓરેન્જ01
મોરબીગ્રીન01
અમરેલીગ્રીન00
પોબરબંદરગ્રીન03
જૂનાગઢગ્રીન00
દેવભૂમિ દ્વારકાગ્રીન00
અન્ય સમાચારો પણ છે...