તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદના નવરંગપુરા રેલવે ક્રોસિંગ પાસે સ્થિત રીલાયન્સ સ્માર્ટ મોલના કૅશિયરે બે દિવસના વકરાની રકમ 4 લાખ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખતાં મોલના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
ઓડિટ સમયે રૂપિયા ઓછા હોવાની જાણ થઈ
મોલના મેનેજર સતિષ પાસવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે નવરંગપુરા રેલવે ક્રોસિંગ સ્થિત રીલાયન્સ સ્માર્ટ મોલના કૅશિયર જિગ્નેશ જાદવે મોલના બે દિવસના વકરાની રકમ તેના અંગત ઉપયોગમાં વાપરી નાંખી છે. મેનેજરે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 25 નવેમ્બરે કંપનીની ટીમ મોલના ઓડિટ માટે આવવાની હોવાથી ઓડિટ પહેલા તેઓ કંપનીના હિસાબો તપાસતા હતાં. આ દરમિયાન મોલના હિસાબમાં 4 લાખ રૂપિયાની ભૂલ જણાયેલ હતી. જેની જાણ મેનેજરે મોલની SLP ટીમને કરી હતી. આ ટીમે મોલના હેડ કેશિયર જિગ્નેશ કુમાર જાદવ સાથે ઓડિટ અંગે ચર્ચાઓ કરી હતી. આ ચર્ચા દરમિયાન 4 લાખ 7 હજાર 612 રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું.
બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં રૂપિયા વાપરી નાંખ્યા
આ રકમ રીલાયન્સ સ્માર્ટ મોલના બે દિવસનું કલેક્શન હતું. જેને બેંકમાં જમા કરાવવા માટેની જવાબદારી જિગ્નેશ જાદવની હતી. આ બાબતે મેનેજરે તેની પૂછપરછ કરતાં જિગ્નેશે મેનેજરને કહ્યું હતું કે આ રકમ મેં મારા અંગત ઉપયોગમાં વાપરેલ છે જે હું થોડા દિવસમાં પરત કરી દઈશ. આ બાબતનું જિગ્નેશે મેનેજરને લખાણ પણ કરી આપ્યું હતું. આ લખાણ કર્યાની સમય મર્યાદા આજે પુરી થતાં મેનેજરે જિગ્નેશ પાસે રૂપિયા માંગ્યા તો જિગ્નેશે રૂપિયા પરત નહીં આપવા જણાવ્યું હતું. જેથી મેનેજરે તેની વિરૂદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.