તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇટેક જુગારધામ મામલો:દરિયાપુરના મનપસંદ જિમખાના કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાંચ કરશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુગારધામમાં રેડ પાડતા મોટી સંખ્યામાં જુગારીઓની ધરપકડ કરવામાં આવી - Divya Bhaskar
જુગારધામમાં રેડ પાડતા મોટી સંખ્યામાં જુગારીઓની ધરપકડ કરવામાં આવી
  • દરિયાપુર પીઆઈ, એસીપી અને ડીસીપીની તપાસ કરાશે
  • 3 અધિકારીઓ વતી પૈસા ઉઘરાવતા વહીવટદાર સામે તપાસ શરૂ

દરિયાપુરના મનપસંદ જિમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને 183 ખેલાડીઓને રૂ.85 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જોકે આ જુગારનગરી પોલીસની છત્રછાયા હેઠળ જ ધમધમતી હોવાથી પોલીસ કમિશનરે દરિયાપુર પીઆઈ, એફ ડિવિઝન એસીપી અને ઝોન-4 ડીસીપી સામે ક્રાઈમ બ્રાંચને ઈન્કવાયરી સોંપી છે. જેમાં મહત્ત્વની વાત એ છે કે દરિયાપુર પીઆઈ આર.આઈ.જાડેજા વતી ક્રાઈમ બ્રાંચમાં જ ફરજ બજાવતા ભગીરથસિંહ જાડેજા આ જુગારનગરીમાંથી પૈસા ઉઘરાવતા હતા. જ્યારે તેમના વિરુદ્ધની તપાસ પણ ક્રાઈમ બ્રાંચને જ સોંપાતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.

દરિયાપુર પીઆઈ આર.આઈ.જાડેજા વતી ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા ભગીરથસિંહ જાડેજા અને રિવર ફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણપાલસિંહ ચુડાસમા પૈસા ઉઘરાવતા હતા. જ્યારે એફ ડિવિઝન એસીપી જે.કે. ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ઝોન-4 ડીસીપી રાજેશ ગઢિયા વતી એસ.સી.એસ.ટી.સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત જુગારનગરીમાંથી પૈસા ઉઘરાવતા હતા. જેથી આ તમામ લોકો સામે ક્રાઈમ બ્રાંચમાં ઈન્કવાયરી શરૂ કરી છે. આ સિવાય અન્ય પોલીસ કર્મચારીઓની પણ તપાસ શરૂ કરી છે.

9 દિવસ બાદ પણ પીઆઈ સામે કાર્યવાહી કરાઈ નથી
સ્ટેટ મોનિટરિંગ સેલે 9 દિવસ પહેલાં મનપસંદ જીમખાનામાં દરોડો પાડીને 183 જુગારીઓને પકડી તેમની પાસેથી રૂ. 85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આટલા દિવસ પછી પણ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કે ડીજીપી આશિષ ભાટીયાએ દરિયાપુર પીઆઈ આર.આઈ. જાડેજા અને કસૂરવાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કોઇ જ પગલાં લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...