પસંદગીનો નંબર:કારમાં 5 નંબરની રૂ.4.25 લાખમાં હરાજી, 3 સિરીઝમાં સૌથી વધુ બોલી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાલ RTOમાં ગોલ્ડન-સિલ્વરના બાકી નંબરોની 18મીએ હરાજી

સુભાષબ્રિજ આરટીઓમાં છેલ્લી ત્રણ સિરીઝમાં સૌથી વધુ ટુવ્હીલરમાં 9 નંબરના 50 હજાર અને કારમાં 5 નંબરના સૌથી વધુ 4.25 લાખની આવક થઇ છે. વસ્ત્રાલ આરટીઓમાં ગોલ્ડન અને સિલ્વરના બાકી નંબરોની 18 નવેમ્બરે ઇ-ઓક્શનના ફોર્મ જમા કરાવવાના રહેશે.

ત્રણ સિરીઝમાં ટુવ્હીલરમાં ઓગસ્ટ-2021ની જીજે01,વીએમ સિરીઝમાં 590 અરજી આવી હતી. જેમાં 9 નંબરના 37 હજારની આવક થઇ હતી. આ સિવાય એક નંબરના 30 હજાર અને બાકીના નંબરના 8થી 9 હજારની આવક હતી. વીએન સિરીઝમાં 505 નંબરની આવકમાં 9 નંબરના 50 હજાર આવક તેમજ વીપી સિરીઝમાં 7 નંબરના 14 હજાર અને 9 નંબરના 11 હજાર આવક થઈ હતી. જ્યારે કારમાં જીજે01 ડબલ્યુબી સિરીઝમાં 131 અરજી આવી હતી. જેમાં 9 નંબરની 1.94 લાખ સિવાય અન્ય નંબરોની 25 હજાર આવક હતી.

અન્ય સમાચારો પણ છે...