તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ વકર્યો:ચેમ્બરમાં ચૂંટણી ન યોજવા ઉમેદવારે કલેક્ટરને પત્ર લખ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ચેમ્બરમાં 5 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને બે પક્ષો વચ્ચેનો વિવાદ વકર્યો છે. ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ કલેક્ટરને ચૂંટણી કયા કારણોસર યોજાવા પરવાનગી આપી તેનો સાત દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો આ નિર્ણય મુદ્દે હાઇર્કોટમાં જવાની ચીમકી આપી છે.

ઉપ પ્રમુખ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ કલેક્ટરને પત્ર લખીન કહ્યું છે કે, 5 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી દરમિયાન કોરોનાના કેસ ફેલાશે તો કોની જવાબાદારી રહેશે? ચૂંટણી પ્રચાર માટે ઉમેદવાર જાય તો સભ્ય સાથે પરિવારનો પણ જીવ જોખમમાં મુકાય તો કોની રહેશે? આવા પ્રશ્નો કરી જવાબ નહીં આપવામાં આવે તો હાઇકોર્ટમાં તેઓ દાદ માંગશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...