સરદારનગરમાં રહેતી વૃદ્ધા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હોવાથી પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં હતા. શુક્રવારે વહેલી સવારે ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા. જોકે ઘરમાં લાગેલા મોશન સેન્સર કેમેરાનું ફોનમાં નોટિફેશન આવ્યું હતું જેથી ચોર ચોરની બૂમો પાડતા સ્પીકરમાં આવેલો અવાજ સાંભળીને ભાગી ગયા અને સાથે 1.50 લાખના દાગીના રોકડ પણ લઈ ગયા હતા.
સરદારનગરની સિંઘી કોલોનીમાં જીતેન્દ્ર ખુબચંદાણીના માતા-પિતા અને દાદી સાથે રહે છે. તેમજ સુરત એલ એન્ડ ટી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જીતેન્દ્રભાઈની દાદી 10 દિવસથી બિમાર હોવાથી ખાનહી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો રોજે રોજ હોસ્પિટલ જતા હતા.
ગુરુવારે રાત્રે પરિવારના સભ્યો હોસ્પિટલે હાજર હતા ત્યારે જિતેન્દ્રના પિતા રાજેશભાઈના મોબાઈલ ફોનમાં ઘરે લગાવેલા મોશન સેન્સરવાળા કેમેરાનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી ઘરમાં ચોર ઘૂસ્યા હોવાનું દેખાતા રાજેશભાઈએ મોબાઈલ ફોનમાં ચોર-ચોરની બુમો પાડી હતી. જેનો અવાજ ઘરમાં લાગેલા સ્પીકરથી ચોરોના કાન સુધી પહોંચ્યો હતો. જેથી ઘરમાં કોઈ હાજર હોવાનું માનીને બંને ચોર ભાગી ગયા હતા. જ્યારે ઘરમાં ચોર ઘૂસી આવ્યાની જાણ થતા જિતેન્દ્ર ઘરે પહોંચ્યો હતો અને જોયું તો ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરની અંદર તપાસ કરતા જાણવા મળ્યું કે તિજોરીમાંથી ઘરેણા અને રોકડ સહિત કુલ 1.50 લાખની ચોરી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.