સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે 1 નવેમ્બર 2020થી સી-પ્લેન શરૂ કરાયું હતું. આ સી-પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ એક તાયફો સાબિત થયું છે. સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા સુધી ચાલુ કરાયેલ સી-પ્લેન 8 માસમાં 8 દિવસ પણ ચાલ્યું નથી. દર 10 દિવસે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાય છે. મેન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદીવ ગયેલું સી-પ્લેન 3 માસથી દેખાયું પણ નથી.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 50 વર્ષ જૂનું સી-પ્લેન મગાવી શરૂઆતથી જ ભાજપ સરકારે પ્રોજેક્ટની નિષ્ફળતાની તૈયારી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેરના મુશ્કેલ સમયમાં આયોજન વગર લોકડાઉન લાદીને સરકારે લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા હતા. આવા મુશ્કેલ સમયમાં જનતાને રાહત આપવાને બદલે ભાજપ સરકારે ઊલટું માસ્ક દંડના નામે લોકો પાસેથી લૂંટેલા કરોડો રૂપિયા સી-પ્લેનના તાયફા અને જાહેરાતો પાછળ ધુમાડો કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.