તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:થલતેજમાં પૈસાની લેવડદેવડ મામલે બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના પૈસા પાછા ન આપવા પડે તેથી તોડફોડ કર્યાનો આરોપ
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ

થલતેજમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને આપવાના થતા પૈસા ચૂકવવા ન પડે તે માટે એક વ્યક્તિએ રાતના સમયે તેમની ઓફિસમાં જઈને તોડફોડ મચાવી હતી. તેમજ તેમના સિક્યુરિટી ગાર્ડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સોલામાં શિવમ બંગ્લોઝમાં રહેતા વિવેક ગોસ્વામી થલતેજમાં કાફે કોફીડેની ગલીમાં કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલોપર્સની ઓફિસ ધરાવે છે. ગુરવારે વિવેકભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નીતીનભાઈ પટેલે ફોન કર્યા હતા, જો કે ફોન સાયલેન્ટ હોઈ તેમને જાણ થઈ નહતી. શુક્રવારે તેમણે મિસ્કોલ જોયા બાદ ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, ગુરુવારે મોડી રાત્રિના સમયે ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફલોર પર ખુશી મોબાઈલ ફોન નામની દુકાન ધરાવતા સૌરભ ગુપ્તા તથા તેનો મિત્ર પંકજ ઝા બંને તેમની ઓફિસમાં આવીને ગજેન્દ્ર તથા દિલીપ સાથે ઝઘડો કરી મારામારી કરીને તોડફોડ કરી હતી.

એટલું જ નહીં પથ્થર મારો કરીને ઓફીસના કાચો તોડી નાખ્યા હતા. ત્યારબાદ ઓફીસની ચાવી આપી દો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, વિવેકભાઈએ સૌરભ ગુપ્તાને પૈસા આપ્યા હતા. જે પૈસા પરત ન આપવા પડે તે માટે ધમાલ મચાવી હતી. આથી વિવેકભાઈએ સૌરભ ગુપ્તા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...