તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જગતપુર બ્રિજ માટે બિલ્ડર માંડ ત્રીજા ભાગના પૈસા આપશે, અગાઉ 20 કરોડ આપવાનું કબૂલ્યું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔડામાં ફાઈલો મંજૂર કરાવવાની બિલ્ડરની શરત

જગતપુરમાં પીપીપી ધોરણે બ્રિજ બનાવવા માટે શ્રી સિદ્ધિ ગ્રૂપ આખરે મ્યુનિ.ને 20 કરોડમાંથી માંડ ત્રીજા ભાગની એટલે કે 7 કરોડ કરવામાં બિલ્ડર તૈયાર થયો છે. જે પેટે ગ્રૂપ દ્વારા મ્યુનિ. સમક્ષ એક કરોડની રકમ જમા કરાવી છે.

જગતપુરમાં 2017માં પીપીપી ધોરણે બ્રિજ બનાવવા તૈયારી કરાઇ હતી. શ્રી સિદ્ધિ ગ્રૂપે 25 ટકા રકમ આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે બાદમાં તેણે કોરોનાને કારણે હાલ સ્થિતિ ખરાબ હોવાથી અત્યારે તેઓ 25 ટકા રકમ ચૂકવી શકે તેમ નહીં હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેમણે એવી પણ શરત મૂકી હતીકે, જો મ્યુનિ. તંત્ર તેમની ઔડામાં પડેલી ફાઇલો મંજૂર કરી આપવામાં મદદ કરે તો તેઓ 25 ટકા રકમ ચૂકવવા તૈયાર છે. આ સમગ્ર વિવાદ છેલ્લા બે મહિનાથી ભારે જોર પકડ્યું હતું.

સોમવારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું કે, જગતપુર બ્રિજ માટે પીપીપી મોડલમાં કરાર કરનાર બિલ્ડરે 7 કરોડ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી છે. બાકીના 6 કરોડના ચેક આપવા પણ તેમણે તૈયારી દર્શાવી છે. જોકે હજુ પણ આ વિવાદીત દરખાસ્ત મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ આગામી બેઠક પર મુલત્વી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...