હાલના સમયમાં તમારી બ્રાન્ડને કેવી રીતે બિલ્ડ કરવા શું ધ્યાનમાં રાખવું તે વિષય પર દિવ્ય ભાસ્કર દ્વારા YMCA ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાસ્કર ગ્રૂપનાં સેલ્સ એન્ડ માર્કેટિંગના પ્રેસિડેન્ટ હરીશ ભાટિયાએ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયને બ્રાન્ડ બિલ્ડિંગ અંગેના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતાં.
બ્રાન્ડને વર્ષો સુધી કેવી રીતે ટકાવી રાખવી તેના જવાબમાં અરવિંદ સહાયે કહ્યું હતું કે ક્વોલિટી અને કન્સિસ્ટન્સીસ મહત્ત્વની હોય છે. આ કાર્યક્રમમાં ભાસ્કર ગુજરાતનાં સીઈઓ સંજીવ ચૌહાણ અને અમદાવાદ એડ સેલ્સના હેડ આશિષ યાદવ ઉપરાંત વિવિધ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં.
બ્રાન્ડ બનાવવા શું કરવું જોઈએ અને ફાયદા શું?
કોઇપણ બ્રાન્ડમાં કસ્ટમરનો વિશ્વાસ અને લોકોનો ઇમોશનલી ક્નેક્ટ પણ બિલ્ડ થવો જરૂરી હોય છે. કોઇપણ નવી બ્રાંડ બનાવવા 5 બાબતો જેવીકે 1. બ્રાન્ડની યુએસપી હોવી જોઇએ, 2.ગ્રાઉન્ડ કનેક્ટ હોવો જરૂરી, 3. ડિઝાઇન અને પેકેજીંગ આકર્ષક હોવા જોઇએ, 4. માર્કેટિંગમાં કોન્ટેન્ટ અને એડર્ટાઈઝમેન્ટની ફ્રિકવન્સી હોવી જોઈએ.
પ્રશ્ન - બ્રાન્ડ શું હોય છે અને તેનું મહત્ત્વ શું હોય છે ?
જવાબ - બ્રાન્ડ એ કંપનીની ઓળખ હોવી જોઈએ. જેનું નામ સાંભળતા જ લોકોને કંપનીની જાણકારી મળવી જોઈએ. ઉ.દા. તરીકે, મારૂતિ સુઝુકીનું નામ આવતા જ લોકો માની લે છે કે તે અફોર્ડેબલ કાર કંપની છે. બ્રાન્ડ એવી હોવી જોઇએ જેની લોકોમાં વિશ્વસનીયતા હોય છે.
પ્રશ્ન - રિઅલ એસ્ટેટ-એજ્યુકેશનમાં બ્રાન્ડનું શું મહત્ત્વ હોય છે ?
જવાબ - રિઅલ એસ્ટેટ અને એજ્યુકેશન બંને જુદા-જુદા પાસાં ધરાવે છે. હાલ એજ્યુકેશન પૈસા કમાવવાનું માધ્યમ બન્યું છે, ત્યારે એજ્યુકેશનમાં બ્રાન્ડ બનાવવી હોય તો સારા ફેકલ્ટીને રિક્રૂટ કરીને તેમને યોગ્ય વળતર આપવું જોઈએ. એજ્યુકેશનમાં સ્ટુડન્ટ ક્યારેય કસ્ટમર ના હોઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.