તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Bootlegger, Who Was Called For Investigation At Sola Police Station In Ahmedabad, Threatened The Vigilance Red Police With A Quantity Of Alcohol.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરની દાદાગીરી:અમદાવાદના સોલા પોલિસ સ્ટેશનમાં તપાસ અર્થે બોલાવાયેલા બુટલેગરે દારૂનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડની પોલીસને જ ધમકી આપી

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી અજયસિંહ દરબાર - Divya Bhaskar
આરોપી અજયસિંહ દરબાર
 • દારુનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછપરછ કરવાની બાકી હોવાથી આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર રહેવા નોટીસ આપી હતી

અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યાં છે. જેમને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. શહેરના સોલા વિસ્તારમાં પકડાયેલા બુટલેગરને જામીન મળ્યા બાદ તપાસ અર્થે પોલીસે બોલાવ્યો હતો. ત્યારે બુટલેગરે પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીને ધમકી આપીને ઝપાઝપી કરી હતી. તે ઉપરાંત પોલીસ સ્ટેશનમાં દારુનો જથ્થો મુકાવીને વિજિલન્સ રેડની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે સોલા પોલીસે બુટલેગર સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આરોપી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને પોલીસ સ્ટેશન આવ્યો હતો
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા ગોપાલસિંહ વાઘેલાને દારુના ગુનામાં પકડાયેલા આરોપી બુટલેગર અજયસિંહ દરબારની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ગોપાલસિંહ આ કેસની તપાસ કરતા હતા ત્યારે અજયસિંહ દરબાર નામનો બુટલેગર ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેને ગોપાલસિંહે પૂછ્યું હતું કે દારુનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછપરછ કરવાની બાકી હોવાથી અજયસિંહને રિમાન્ડ માટે જ્યુડિશિયલ કોર્ટ મિરજાપુર ખાતે હાજર રહેવા નોટીસ આપી હતી.
આરોપીએ વિજિલન્સની રેડ પાડવાની ધમકી આપી
બુટલેગર અજયસિંહ નોટીસ મુદ્દે ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે મેં ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા છે.હવે મારા કેમ રીમાન્ડ મેળવવામાં આવી રહ્યાં છે તેમ કહીને નોટીસ ફાડી નાંખી હતી. ત્યાર બાદ તે પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા માંડ્યો હતો. જોકે આ દરમિયાન પોલીસનો અન્ય સ્ટાફ હાજર હોવાથી અજયસિંહને શાંત કર્યો હતો. બાદમાં અજયસિંહ પોલીસ કર્મચારીઓને ધમકી આપવા લાગ્યો હતો કે સોલા વિસ્તારમાં ઈંગ્લીશ દારુનો જથ્થો મુકાવી વિજિલન્સની રેડ કરાવીને તમને તથા તમારા ડી સ્ટાફ પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરાવી દઈશ. આ અંગે પોલીસે અજયસિંહ દરબાર સામે વધુ એક ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો