તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Book Market, Which Has A Monthly Turnover Of Rs 4 Crore, Is In A State Of Disarray, With Over 90 Lakh Study Books Falling Into The Hands Of Traders.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મહિને 4 કરોડનો ધંધો કરતું ચોપડા બજાર બિસ્માર હાલતમાં, અભ્યાસના 90 લાખ પુસ્તકો વેપારીઓ પાસે પડી રહ્યાં છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના પહેલાં રોજ 10 હજાર લોકો આવતાં હવે 500 જ આવે છે

માણેકચોક પાસેના ગાંધીપુલની નીચે ચાલતા ચોપડા બજારનો વેપાર કોરોનામાં 70 ઘટ્યો છે. ટંકશાળથી કાગદી બજાર માણેકચોક સુધી 450 બુક્સ, સ્ટેશનરીની દુકાનો છે. જેમાં સ્કૂલ-કોલેજના અભ્યાસને લગતા મટીરીયલ, સ્ટેશનરી મળે છે. કોરોના પહેલાં મહિને અંદાજે 4 કરોડથી વધુનું ટર્નઓવર હતું. પરંતુ અત્યારે આ વેપારમાં મંદી છે. અભ્યાસને લગતા 80થી 90 લાખ જેટલા પુસ્તકો જેમના તેમ જ પડ્યા છે. બુક સેલરોએ કહ્યું કે, 100થી વધુ વર્ષથી ચાલતા ચોપડા બજારમાં 60થી 70 વર્ષમાં આટલી મોટી મંદી નથી સાંભ‌ળી. રોજ 5થી 10 હજાર લોકો મુલાકાત લેતા હતા. આજે માંડ દિવસના 500થી 800 લોકો આવે છે. કાગદી બજાર બુક એન્ડ સ્ટેશનરી મર્ચન્ટ એસો.ના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, કેટલાક વેપારી કામ કરતા લોકોનો પગાર ઘરમાંથી ચૂકવી રહ્યા છે તો કેટલાકે મજબુરીમાં 30 ટકા લોકોને છૂટા પણ કર્યા છે.

કુલ નુકશાન 200 કરોડ જેટલું થયું છે
બુક્સની 450 દુકાનોનો બિઝનેસ પરીક્ષા સમયે થાય છે. પરંતુ પરીક્ષાઓ હજુ પણ શક્ય ના થઇ હોવાને કારણે 70 ટકાથી વધુનું નુકશાન આખા બજારને થયું છે. અત્યાર સુધીનું ચોપડા બજારનું કુલ નુકશાન 200 કરોડ જેટલું થયું છે તેમ કહી શકાય છે. - નરેશ શાહ, કાગદી બજાર બુક એન્ડ સ્ટેશનરી મર્ચન્ટ એસો. પ્રમુખ

કર્મચારીને ઘરના રૂપિયે પગાર આપ્યો છે
અત્યારની પરિસ્થિતિમાં ખર્ચ પણ નિકળતો નથી. અમુક સમયે ઘરના રૂપિયા કાઢીને કર્મચારીઓને પગાર આપવો પડે છે. છેલ્લા 2 મહિનાથી અમુક બુક્સ લોકો લઇ રહ્યાં છે. અને સ્ટેશનરી વેચાઈ રહી છે. પરંતુ પાછળના બાકીના મહિનામાં બિલકુલ વ્યાપાર નહોતો થયો. - હિરેન જેઠલજવાળા, બુક સેલર

સ્કૂલ-કોલેજો ના ખૂલે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે
કોરોના હોવાથી સ્કૂલો ખોલી શકાય તેમ નથી. જ્યાં સુધી આ સ્કૂલો, કોલેજો નહીં ખૂલે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે. 30 ટકા જેટલો વ્યાપાર થયો છે. એ પણ છેલ્લા ત્રણ મહિનામાં જ. 70 ટકા જેટલો વેપારમાં ઘટાડો થઇ ચૂક્યો છે. -દિવ્યેશ માધુ, બુકસેલર

ઓનલાઇન ભણતરથી ઘર ખર્ચ પણ ના નીકળ્યો
અત્યારસુધી માંડ 15 ટકા જેટલો જ ધંધો થયો છે. અત્યારે મટીરીયલ ઓનલાઈન મળી રહે છે, વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ભણી રહ્યા છે. જેથી વેપાર ઓછો ચાલે છે. ઘર ખર્ચના પણ પૈસા નથી નિકળતા. હાર્દિક પટેલ, બુક સેલર

જીવનપર્યંત પુસ્તક વેચ્યાં, પણ આવી મંદી નથી જોઈ
હું વર્ષોથી આ ધંધા સાથે જોડાયેલો છું અત્યારે મારો દિકરો ચલાવે છે પરંતુ મે મારા સમયમાં કે એ પહેલા આવી મંદી ક્યારે નથી જોઈ. અત્યારે પહેલાની સરખામણીએ માંડે 15થી 20 ટકા ધંધો થાય છે. રાજેન્દ્ર વલેરા, બુક સેલર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો