સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ:વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ સુમનનું ખેડાની વાત્રક નદીમાં વિસર્જન કરાયું

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ ખેડામાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે. વાત્રક નદી ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના અગ્નિભાગમાં વહેતી નદી છે. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન સરહદ પરના ખોખરા નજીક આવેલી ટેકરીમાંથી નીકળે છે. ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સુસંપન્ન થયા બાદ પરમ પવિત્ર પુણ્યસલીલા વાત્રક નદીમાં અવિસ્મરણીય દિને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં પવિત્ર અસ્થિ સુમન-પુષ્પોનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વાત્રક નદીના કાંઠે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસ્થિ સુમન વિસર્જન અવસરે ખેડા જિલ્લાના મોટા દેદરડાથી વહેતી વાત્રક નદીના કાંઠે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું મહિમા ગાન, ધૂન અને કીર્તન સ્તવન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓના અનુગામી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ પૂર્ણ થયા બાદ મોટેરા સંતો-મહંતો અને હરિભક્તોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કર્યા બાદ સર્વેએ આરતી ઉતારી હતી.

સંતો-ભક્તોએ અસ્થિ કુંભને વધાવ્યો હતો
જનમંગલના નામ રટણ સાથે અને કઠોર હૃદયે સર્વે સંતો-ભક્તોએ અસ્થિ કુંભને વધાવ્યો હતો. સવારના માંગલિક વાતાવરણમાં સર્વે સંતો તથા હરિભક્તોએ વાત્રક નદીના નીરમાં ઊભા રહી વિવિધ સંકલ્પોની પરિપૂર્તિ માટે ઓમ શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ભગવતે નમ: મહામંત્રની ધૂન કરી હતી. ત્યાર પછી સ્વામીએ યુગદ્રષ્ટા મુક્તજીવન સ્વામીબાપાના બાલ્યાવસ્થામાં અનેકવિધ લીલાઓની સાક્ષી પુણ્યસલિલા વાત્રક સરિતામાં પંચામૃત સ્નાનથી અભિષેક કર્યો હતો. પછી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અસ્થિ સુમન વિસર્જનના મુખ્ય સંકલ્પ સાથે સ્વામી મહારાજે હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવતા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના અસ્થિ સુમનોનો અભિષેક પુણ્યસલીલા વાત્રક નદીમાં કર્યો હતો.

સ્વામીજીના અસ્થીનું આટલી જગ્યાએ વિસર્જન કરાયું
સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પાદારવિન્દથી પાવન થયેલી સ્વાન રીવર ઉત્સાહિત દીસતી હતી. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ એવા પુરુષ હતા કે જેમનું અસ્થિ વિસર્જન ચાણોદ, સાબરમતી નદી, મહિસાગર નદી, કડાણા ડેમ, પુણ્યસલીલા ભાગીરથી ગંગા નદી, માંડવી સમુદ્ર, થેમ્સ રીવર- લંડન, લેઈક ડિસ્ટ્રિક્ટ- યુકે, મોમ્બાસા- હિન્દ મહાસાગર, આફ્રિકા અને સ્વાન રીવર, પર્થ- ઓસ્ટ્રેલિયા, નાયગ્રા- કેનેડા, હડસન રીવર- અમેરિકા વગેરેમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...