તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વટામણ ગામેથી દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝબ્બે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા 23 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

રાજ્યમાં કોરોના મહામારીને પગલે છેલ્લા ડોઢ વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન સહિતની અછતના કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનોમાં પણ ઉભા ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી કોરોના સારવારના બહાને પેક્ટિસ કરતા નકલી ડોક્ટરો ઝડપાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વટાવણ ગામેથી ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરને SOGએ ઝડપી પાડ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે વટામણ ગામે ADC બેંકની બાજુમાં ડાભી ફળીમાં ગેરકાયદે ક્લિનિક ચલાવી એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વિના લોકોને એક ઈસમ દવાઓ આપી રહ્યો છે. ત્યારે બાતમીને આધારે પોલીસે સ્થળ પર જઈને આરોપી નકલી ડૉક્ટરની અટકાયત કરી હતી. આરોપી ડૉક્ટર પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી 23 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ કરતી સ્પેશિયલ ટીમને જાણ થઈ કે બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ ક્લિનિકના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...