તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતદેહ મળ્યો:રીવરફ્રન્ટ ઈસ્ટમાંથી મોઢું છુંદાયેલી અજાણી મહિલાની લાશ મળી આવી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસને મેસેજ મળ્યો હતો કે સડી ગયેલી લાશને કૂતરા ચૂંથી રહ્યા છે
  • પોલીસે લાશ પીએમ માટે મોકલી ઓળખ કરવા તજવીજ હાથ ધરી

શહેરના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં દાણીલીમડા ખોડીયારનગર ધોબીઘાટ તરફથી એક મહિલાનો સડી ગયેલો હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

રિવરફ્રન્ટ ( ઈસ્ટ ) પોલીસ સ્ટેશનના ASI જશવંતભાઈને કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે, દાણીલીમડા ખોડિયારનગર ધોબીઘાટ રિવરફ્રન્ટ તરફ એક સડી ગયેલી લાશ પડી છે જે કૂતરા ખાઈ રહ્યા છે. જેથી પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું તો એક મહિલાનો મૃતદેહ છૂંદાઈ અને કોહવાઈ ગયેલ હાલતમાં હતો. પોલીસે પૂછપરછ કરતા મહિલા વિશે કંઈ પણ જાણવા મળ્યું ન હતું. જેથી પોલીસે મૃતદેહને PM અર્થે મોકલી આપ્યો હતો. સૂત્રો પ્રમાણે મહિલાની હત્યા કરી ત્યારબાદ ઓળખ છુપાવવા ચહેરો છુંદી નાખ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

અગાઉ ખોખરામાં મહિલાની લાશ મળી હતી
આ સપ્તાહમાં જ ખોખરામાં એક એસ્ટેટના ધાબા પર મુકેલી પાણીની ટાંકીમાથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની હત્યા કરી પાણીની ટાંકીમાં નાખી દીધી હોવાના અનુમાન આધારે ખોખરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...