તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Body Of An Unidentified Woman Was Found From A Water Tank In Khokhra; The Killer Is Suspected To Have Escaped After Killing The Woman Three Days Ago

રહસ્યમય મોત:ખોખરામાં પાણીની ટાંકીમાંથી અજાણી સ્ત્રીની લાશ મળી આવી; ત્રણ દિવસ પહેલાં સ્ત્રીની હત્યા કરી હત્યારો ફરાર થયાની શંકા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દુર્ગંધ આવતા દુકાનદારોએ ધાબાની ટાંકીમાં તપાસ કરી હતી

ખોખરામાં મોહન એસ્ટેટમાં ગારમેન્ટ કંપનીના ધાબા પરની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં છૂપાવી દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને ટાંકીને કાપીને અંદરથી લાશને કાઢી હતી.

બનાવની વિગત એવી છે કે, ખોખરા અનુપમ સિનેમાની સામે આવેલા મોહન એસ્ટેટમાંથી દુર્ગંધ આવતી હોઈ સ્થાનિક દુકાનદારોએ ધાબા પર તપાસ કરતા પાણીની ટાંકીમાથી દુર્ગંધ આવતી હોવાનુ જણાયું હતું. કંઈક અજુગતું બન્યાની આશંકાથી ખોખરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પાણીની ટાંકી કટરથી કાપતા અંદરથી અજાણી 30થી 35 વર્ષની વયની અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે ખોખરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાય.એસ ગામિત સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ સ્થળે મરનાર મહિલાને લઈને આવનારને તપાસવા સીસીટીવી ચકાસાશે.

વૃક્ષો કાપવાની કટરથી ટાંકીને કાપવી પડી
પાણીની ટાંકીમાં રહેલી લાશને બહાર કાઢવા માટે ફાયરના જવાનોની મદદ લેવાઈ હતી. જેમાં વૃક્ષો કાપવાના કન્ટ્રોલ મશીનથી ટાંકીને કાપીને અસહ્ય દુર્ગંધ મારતી લાશને ખુલ્લી કરાઈ હતી. આ હત્યાનો બનાવ ત્રણેક દિવસ પહેલા બન્યો હોવાનું અનુમાન લગાવીને સઘન તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...