હત્યા:ઓઢવના યુવકની હત્યા કરી દાટી દેવાયેલી લાશ 40 દિવસ બાદ બહાર કઢાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીના ચીખલી-રાનકુવા માર્ગ પર માણેકપોરમાં આવેલી હોટેલમાં એક માસ પૂર્વે ચાર મિત્રો બેઠા હતા. ત્યારે બોલાચાલી થતા પેરોલ જમ્પ કરી ફરાર ઓઢવના યુવાનને મોતને ઘાટ ઉતારી હોટેલના પાછળના ભાગે જ દાટી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ વાત સામે આવતા 40 દિવસ બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી.

ઓઢવ યમુનાનગર એસપી રિંગરોડ ખાતે રહેતા ચિંતન શાહ પેરોલ ઉપર છૂટ્યો હતો. ચિંતન અને સાગર પટેલના મિત્ર વિજયસિંગ ઠાકુર તેમજ અબ્દુલ મેમુના હોટલમાં એકત્ર થયા હતા. જ્યાં કોઈ બાબતે સાગર પટેલ તેમજ વિજયસિંગ સાથે ચિંતનની બોલાચાલી થતા તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના બાદ વિજયસિંગ ઠાકુર, સાગર પટેલ તેમજ અબ્દુલે ચિંતનની લાશ હોટેલના ટેરેસ ઉપરથી હોટેલની પાછળ આવેલા શેરડીના ખેતરમાં નાખી દીધી હતી. શેરડીના ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દઈ ત્રણે યુવકો રાત્રિના સમયે ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. આ સમગ્ર ઘટનાથી અમદાવાદ એસઓજી વાકેફ થતા બુધવારે એસઓજી પીએસઆઈ યોગેશ શીરસાઠ, તેમની ટીમ અને ચીખલીના પીઆઈ, સહિતના ઘટનાસ્થળે પહોંચી ચિંતનની લાશ બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...