અમદાવાદ:ઈન્દિરાબ્રિજ પાસે કારમાં ગૂંગળાઈ જવાથી છ વર્ષના બાળકનું મોત થયું, બાળક કાર ખોલી અંદર બેસી ગયું, પણ દરવાજો ખોલતા ન આવડ્યું

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એરપોર્ટ ઈન્દિરા બ્રિજ નજીક પાર્ક કરેલી એક કારમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા બાળક જાતે જ આ કારનો દરવાજો ખોલીને અંદર બેઠું હતું. ત્યારબાદ દરવાજો ખોલતા આવડ્યું ન હોવાથી લગભગ 3 કલાક સુધી કારમાં ફસાઈ ગયું હતું.

છેલ્લા 7 દિવસથી કાર ત્યાં પડી હતી
ઇન્દિરા બ્રિજ પાસે શરણિયાવાસના છાપરમાં રહેતા બોરીબેન રવિવારે સવારે તેમના દીકરાને લઈને ઘરકામ કરવા જતા હતા. તેમનો દીકરો પાછળ ચાલતો હતો અને અચાનક એક કારમાં જઈને બેસી ગયો. જોકે કાર લોક થઈ જતાં અથવા તેને ખોલતા ન આવડ્યું હોવાથી તે ગૂંગળાઈ ગયો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસને તપાસમાં આ કાર દેવાણી નરેશની હતી અને તેઓ જ્યાં પાર્ક હતી તેની સામેની સોસાયટીમાં રહેતો હોવાનું જણાયું હતું. છેલ્લા 7 દિવસથી તેમની કારની બેટરી બગડી હોવાથી તે રિપેર કરવા આપી હોવાથી કાર બંધ હાલતમાં જ પડી હતી.

માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ પરંતુ બાળક ઘરે ન હતો
ઈન્દિરાબ્રિજથી એરપોર્ટ રોડ પર AMC પાણીની ટાંકી પાસે આજે બપોરે 6 વર્ષના બાળકની લાશ કારમાંથી મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ કારમાં જોતા એક બાળક હતો. ઈન્દિરાબ્રિજ પાસે આવેલા સરણીયા વાસમાં રહેતો અજય સરાણીયા બપોરે 12ની આસપાસ તેની માતા સાથે જતો હતો. ત્યારે માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો અને અંદર બેસી ગયો હતો. દરમ્યાનમાં કાર લોક થઈ હતા. અંદર ગૂંગળાઇ ગયો હતો. માતા જતા જતા પાછળ બાળક જોયો ન હતો. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે ન હતો. બાળકને શોધતા શોધતા તેઓ આવ્યા હતા. દરમ્યાનમાં ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો અજય જોવા મળ્યો હતો.

ઘટના બાદ પોલીસ તેમજ લોકોના ટોળા એકઠા થયા હતા
ઘટના બાદ પોલીસ તેમજ લોકોના ટોળા એકઠા થયા હતા

એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી
એસીપી એ.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે, રમતા રમતા બાળક ગાડીમાં બેસી ગયો હતો અને કાર લોક થઈ ગઈ હતી. જે કારમાંથી બાળક મળ્યું છે તે કાર માલિકે ઘરની સામે જ કાર પાર્ક કરી હતી. એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી. FSLની મદદ લેવામાં આવી છે. લાશનું પીએમ કરાવવામાં આવશે. જો કાર માલિકની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.