તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય મોત:ઓઢવમાં શેઠ આરટી સ્કૂલ પાસેથી 20થી 25 વર્ષના યુવકની લાશ મળી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓઢવ આદિનાથનગરમા આવેલી શેઠ આર.ટી.સ્કૂલની પાણીની ટાંકી સામેના ઝાડી ઝાંખરામાં 20થી 25 વર્ષના યુવકને ગળે ટૂંપો આપી તેની લાશ કોઈ ફેંકી ગયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શુક્રવારે સવારે 9.30 વાગે મહેન્દ્ર ઠક્કરે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી કે, આદિનાથના ઝાડી ઝાંખરામા યુવકની લાશ પડી છે. આથી ઓઢવ પોલીસે ત્વરિત ધોરણે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઇ હતી. મળી આવેલી લાશ અંગે પોલીસે વાલી-વારસ અંગે તપાસ કરી હતી. પરંતુ કોઈ ના મળતાં લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી યુવકનું ગળે ટૂંપો આપવાથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો