તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળ પછી સૌથી મોટી કસોટી:બોર્ડમાં શહેરના 30 હજાર, રાજ્યના 5.5 લાખે પરીક્ષા આપવી પડશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવા કરાયેલી અરજી હાઇકોર્ટે ફગાવી
  • હાઇકોર્ટે કહ્યું, આપણે વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર ઊંચુ જાય તે માટે પ્રયાસ કરવાના છે, તેમને પરીક્ષા માટે તૈયાર થવા દો

ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની ફિઝિકલ પરીક્ષા નહીં લેવા થયેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આપણે શિક્ષણનું સ્તર ઊચું જાય તે માટેના પ્રયાસો કરવાના છે, રિપીટર વિદ્યાર્થીઓ બીજા કામથી ઘરની બહાર નીકળે છે માત્ર પરીક્ષા સમયે જ તેમને કોરોના સંક્રમણની ચિંતા થાય છે? રિપીટર અને પ્રાઇવેટ સ્ટુડન્ટ બંનેને ભણવા દો અને પરીક્ષા આપવા દો. તેમને રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે સરખાવી શકાય નહીં.

સરકારે એવી દલીલ કરી હતી કે, 10માં ધોરણમાં 99 હજાર વિદ્યાર્થીઓ 1 વિષયમાં નાપાસ છે, ધોરણ-12 સાયન્સમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ છે. જયારે થોડાક વિદ્યાર્થીઓ બે કે ત્રણ વિષયમાં નાપાસ છે. તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 643 પરીક્ષા કેન્દ્રો છે. 2916 સ્કૂલની ઇમારતોમાં પરીક્ષા લેવાની છે. 28029 બ્લોક તૈયાર કરાયા છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા છે જેમને બધા વિષયની પરીક્ષા આપવાની છે. તેથી કોરોના સંક્રમણની શકયતા નથી.

અરજદારે એવી દલીલ કરી હતી કે,વિદ્યાર્થીઓને માનસિક તાણના સંજોગોમાં પરીક્ષા આપવા સરકાર દબાણ ન કરી શકે. બંધારણના મૂળભૂત અધિકાર 14નો ભંગ થઇ રહ્યો છે. રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઇએ. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે છે તો રિપીટર માટે ભેદભાવભરી નીતિ કેમ?

રિપીટર વિદ્યાર્થી ઘરની બહાર નથી નીકળતા?
હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, તમને માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા સમયે જ તેમના સ્વાસ્થ્યની ચિંતા થાય છે? તમારા રિપીટર વિદ્યાર્થીઓ કોઇ કામથી ઘરની બહાર નીકળતા જ નથી? પરીક્ષા સમયે શા માટે કોરોનાની ચિંતા? અમે તેમને મેદાનમાં રમતા પણ જોયા છે.

અન્ય સમાચારો પણ છે...