• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Board Of Governors Has Written A Letter To The Minister Of Education Regarding Conducting Examinations In The School For The Classes Above Std

ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અપીલ:ધોરણ 6થી ઉપરના વર્ગો માટે શાળામાં જ પરીક્ષા યોજવા બાબતે સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન શિક્ષણના લીધે અનેક બાળકો બીજા લોકો કરતાં વધુ પ્રભાવિત થયા
  • ઓનલાઈન શિક્ષણના લીધે બાળકો પોતે જ માહિતગાર નથી

શાળાના વર્ગખંડો ફરી શરૂ કરવા અંગે શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના પ્રમુખ મનન ચોક્સીએ પત્રમાં ધો.6થી ઉપરના વર્ગના વિદ્યાર્થીઓની પરિક્ષા અને વર્ગ શરૂ કરવા જણાવ્યું છે, અમે સમજીએ છીએ કે આ અંગે નિર્ણય લેવામાં ઘણા મુદ્દા હોઈ શકે અને શિક્ષણવિદોના સમૂહ તરીકે અમે કેટલાક સૂચનો કરવા માંગીએ છીએ જે નીચે મુજબ છે.

ઘરેથી અભ્યાસમાં ધ્યાન ન અપાત અનેક વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા
છેલ્લા 18 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણના લીધે અનેક બાળકો બીજા લોકો કરતાં વધુ પ્રભાવિત થયા છે. ઘરેથી અભ્યાસમાં ધ્યાન બીજે દોરાવાથી કે પછી યોગ્ય રીતે અભ્યાસ ન થવાના લીધે અનેક બાળકો બીજાથી પાછળ રહી ગયા છે. આના લીધે વિદ્યાર્થીઓ વચ્ચે અભ્યાસના સ્તરનું અંતર વધી રહ્યું છે જે અમે ઓનલાઈન શિક્ષણમાં પણ જોઈ રહ્યા છીએ.

ધો.3થી ઉપરના વર્ગો માટે ફરજિયાત પરીક્ષાની મંજૂરી આપો
અગાઉ જ્યારે બાળક શૈક્ષણિક રીતે પાછળ પડી રહ્યું હોય ત્યારે શાળાઓ અને વાલીઓ યોગ્ય સુધારાત્મક નિર્ણયો લેતા હતા. ઓનલાઈન શિક્ષણના લીધે બાળકો પોતે જ માહિતગાર નથી કે આવતા વર્ષે ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવવા માટે તેમણે લઘુત્તમ પાયાનું જ્ઞાન મેળવ્યું છે કે નહીં.અમારી આપને નમ્ર વિનંતી છે કે, અર્ધવાર્ષિક પરીક્ષા માટે ત્રીજા ધોરણથી ઉપરના વર્ગો માટે વિદ્યાર્થીઓની શાળામાં જ ફરજિયાત પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવે. સીબીએસઈ સ્કૂલો માટે આ અર્ધવાર્ષિક પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાનાર છે.

પરીક્ષાઓની સત્વરે જાહેરાત કરવાથી વિદ્યાર્થીઓ ગંભીર બનશે
આ રીતે પરીક્ષા લેવાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓને અભ્યાસમાં નબળા પડેલા વિદ્યાર્થીઓ તથા તેમને સંલગ્ન મુદ્દા વિશે જાણવા મળશે. જેથી તે દિશામાં જરૂરી પગલાં લઈ શકાય. સમસ્યા કેટલી ગંભીર છે તે જાણવા માટે અમે શાળા અને વિદ્યાર્થીઓના અગાઉના વર્ષના પરિણામોની સરખામણી કરી શકીએ છીએ.પરીક્ષાઓની સત્વરે જાહેરાત કરવાથી વિદ્યાર્થીઓ ગંભીર બનશે અને તેમને તૈયારી કરવા માટે પૂરતો સમય મળશે.​​​​​​​

વિદ્યાર્થીઓએ ત્રણ કલાક શાળાએ આવવું જરૂરી નથી
વિદ્યાર્થીઓએ એકસાથે મહત્તમ બેથી ત્રણ કલાક માટે શાળાએ આવવું જરૂરી નથી એટલે તેમને બપોરના ભોજનની સમસ્યા નડશે નહીં. રિસેસની પણ જરૂર નહીં રહે જેમાં બાળકો વધુને વધુ સમય માસ્ક વિના ફરવાનું પસંદ કરતા હોય છે.અમે દરેક દિવસે ત્રણ બેચમાં પરીક્ષાનું આયોજન કરી શકીએ છીએ જેથી એક જ સમયે અમારી ક્ષમતાના 33 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર નહીં રહે.​​​​​​​

સ્કૂલ ફરી શરૂ થાય તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે
જો અમે થોડાક મહિના પૂરતું રાબેતા મુજબ ફરીથી શાળાઓ ન ખોલીએ તો અમે માત્ર નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ બોલાવી શકીએ જેઓ વર્ગખંડની ક્ષમતાના 10-15 ટકા જેટલા જ હશે અને તેમને જરૂરી શિક્ષણ આપી શકીએ.જો અમે શાળાઓ ફરીથી શરૂ કરી શકીએ તો જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણા પાછળ રહી ગયા છે તેમને ઝડપથી બીજા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર સુધી લઈ જવા માટે વધારાના વર્ગો પણ પૂરા પાડી શકીએ છીએ.અમે એ બાબતથી સુપેરે માહિતગાર છીએ કે સરકારને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આથી અમે ફરીથી વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવા દબાણ કરી રહ્યા નથી પરંતુ જો પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવે તો અમને ભવિષ્યમાં ઓનલાઈન કે ઓફલાઈન વર્ગો વધુ અસરકારક રીતે ચાલુ રાખવાની માહિતી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...