રજૂઆત:ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા રિ-ટેસ્ટ લેવા શાળા સંચાલક મંડળની માંગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખીને ગુજરાત બોર્ડના સચિવને રિ-ટેસ્ટ માટે માંગણી કરી

કોરોનાને કારણે ગત વર્ષે સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અગાઉના વર્ષે પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન મળ્યું હતું, જેના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ત્યારે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જેને લઈને સંચાલક મંડળે વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ માટે માંગણી કરી છે.

રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખીને ગુજરાત બોર્ડના સચિવને જણાવ્યું છે કે, વર્ષ 2020-21 અને 2021-22માં શિક્ષણ મોટા ભાગે ઓનલાઈન ચાલ્યું છે. ગત વર્ષે અને આ વર્ષે પણ ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવમાં આવ્યું છે. ધોરણ 9 અને 11માં આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધોરણ 8માંથી ગત વર્ષે માસ પ્રમોશન મેળવીને 9માં ધોરણમાં અને ધોરણ 10માં માસ પ્રમોશન મેળવીને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન મળ્યું નથી.

સ્કૂલના પરિણામમાં ઘણા વિદ્યાર્થી નાપાસ થયા: સંચાલક મંડળ
આ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે તેનું પરિણામ આવ્યું છે. સ્કૂલના પરિણામમાં ઘણા વિદ્યાર્થી નાપાસ થયા છે. નવ નીર્મના આંદોલન સમયે નાપાસ થનાર વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે તે રીતે આ ચાલુ વર્ષમાં નાપાસ થનાર ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...