સરકારને રજૂઆત:એક વર્ષ માટે મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ નીચેના વર્ગોમાં પ્રવેશ આપવા સંચાલક મંડળની માંગ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં બાળકો જૂનિયર અને સિનિયર કે.જી.માં બરોબર ભણી શક્યા નથી

નવી શિક્ષણ નીતિ મુજબ જુન 2022થી 6 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવનાર છે. જોકે, આ વચ્ચે સંચાલક મંડળે એક વર્ષ માટે મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ નીચેના વર્ગોમાં પ્રવેશ આપવા દેવાની છૂટ માટે માંગણી કરી છે. કોરોના કાળમાં બાળકો જૂનિયર કેજી અને સિનિયર કે.જી.યોગ્ય રીતે ભણી શક્યા ન હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકો મોટા થઈ ગયા હોવા છતાં પાયો કાચો ન રહે તે માટે જુનિયર કે સિનિયરમાં પ્રવેશ અપાવવા માંગે છે. જેથી તેમના માટે માત્ર એક વર્ષ પુરતો મોટી ઉંમરના બાળકોને પણ નીચેના વર્ગોમાં પ્રવેશની છૂટ આપવા માંગણી કરાઈ છે.

જૂન-2022થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી ધો.1માં પ્રવેશ માટેની લાયકાત 6 વર્ષ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ સંચાલક મંડળને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ધો.1ના પ્રવેશને લઈને રજૂઆતો મળી હતી.જેને લઇને સંચાલક મંડળ દ્વારા સરકારમાં એક વર્ષની છુટ આપવા માગ કરાઇ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પણ આ અંગે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...