• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Board Of Education Will Conduct Examinations For Only 19 Students Of Standard 12 General Stream Who Are Dissatisfied With The Mass Promotion

પરીક્ષા:માસ પ્રમોશનથી અસંતુષ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓની 27 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષા લેવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 27 સપ્ટેમ્બરથી 30મી સુધી ચાર દિવસ પરીક્ષા ચાલશે
  • ધોરણ 12 સાયન્સમાં ફરી પરીક્ષા આપનારા 54માંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. આ પરીક્ષા આગામી 27મી સપ્ટેમ્બરે યોજાશે.

19 વિદ્યાર્થીઓ માટે જ પરીક્ષા યોજાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે માસ પ્રમોશન બાદ સમગ્ર રાજ્યમાંથી પરિણામથી અસંતુષ્ટ રહેલા માત્ર 19 વિદ્યાર્થીઓએ જ માર્કશીટ જમા કરાવી હતી. હવે આ 19 વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.27 સપ્ટેમ્બરથી ૩૦મી સુધી ચાર દિવસ પરીક્ષા ચાલશે અને સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી તે ઉપરાંત અને બપોરે 2.30થી 5.45 એમ રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે.

27 મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં પરીક્ષા યોજાશે ( પ્રતિકાત્મક તસવીર)
27 મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં પરીક્ષા યોજાશે ( પ્રતિકાત્મક તસવીર)

આ પ્રમાણે પરીક્ષાનુ ટાઈમટેબલ રહેશે
27 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સવારે અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી,હિન્દી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્રિતિય ભાષાનુ પેપર રહેશે. 28મીએ સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ બપોરે એકાઉન્ટ,મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. 29મીએ સવારે સ્ટેટ,હિસ્ટ્રી અને હિન્દી દ્રિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે. 30મીએ સવારે વાણિજ્ય વ્યવસ્થા,ભુગોળ અને બપોરે કમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે.

ધોરણ 12 સાયન્સમાં 54માંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં
કોરોનાને લીધે ધો.10-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે ત્યારે ધો.12 સાયન્સમાં કેન્દ્ર સરકારે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા જાહેર કરતાં ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી, જેમાં નોંધાયેલા માત્ર 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 70 ટકા એટલે કે 38 વિદ્યાર્થી પાસ થયા છે. ધો.12 સાયન્સના 1.07 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આધારિત ફોર્મ્યુલાથી પાસ કરવામાં આવ્યા છે. ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેમની ફરીથી પરીક્ષા લેવાવાની હતી, જે ગત 12થી14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી.

માત્ર 19 વિદ્યાર્થીઓએ માર્કશિટ જમા કરાવી હતી ( પ્રતિકાત્મક તસવીર)
માત્ર 19 વિદ્યાર્થીઓએ માર્કશિટ જમા કરાવી હતી ( પ્રતિકાત્મક તસવીર)

ધોરણ 12 સા.પ્રના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ 22 ઓગસ્ટે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 12 સામાન્ય પ્રવાહના કુલ 1 લાખ 30 હજાર 388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમાં 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 31 હજાર 785 વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે.