આ વર્ષે ફીમાં વધારો નહી:સ્કૂલોએ ધોરણ 12 કોમર્સના ફોર્મ 21 નવેમ્બર સુધી વેબસાઈટ પર ભરવાના રહેશે, બોર્ડની પરીક્ષા ફી નક્કી કરવામાં આવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી
  • ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી પુરેપુરી પરીક્ષા ફી વસૂલવામાં આવી હતી. માસ પ્રમોશન આપ્યું હોવા છતાં રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ વિભાગે 30 કરોડ કરતાં વધુ રકમ પરીક્ષા ફી પેટે વસૂલી હતી જે પરત આપવામાં આવી નથી. ત્યારે હવે ફરીવાર ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. જે ગત વર્ષ જેટલી જ રાખવામાં આવી છે. સાયન્સના વિદ્યાર્થીઓની 605 અને કોમર્સના વિદ્યાર્થીઓની 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી
આગામી વર્ષ 2022માં બોર્ડની પરીક્ષા યોજાશે. જેમાં સાયન્સ અને કોમર્સના રેગ્યુલર વિદ્યાર્થીઓની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે સાયન્સમાં રીપિટર વિદ્યાર્થીઓની એક વિષયની 180, બે વિષયની 300, 3 વિષયની 285 અને 3 કરતાં વઘુ વિષયની 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. બીજી તરફ કોમર્સમાં રીપિટર વિદ્યાર્થીઓની ફીની વાત કરીએ તો એક વિષયની 140, બે વિષયની 220, ત્રણ વિષયની 285 અને 3 કરતાં વધુ વિષયની 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી છે.

ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે
ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે

ધોરણ 12 કોમર્સના ફોર્મ 21 ડિસેમ્બર સુધી વેબસાઈટ પર ભરવાના રહેશે
ધોરણ 12 કોમર્સમાં બોર્ડની પરીક્ષા માટે ફી અને ફોર્મ 21 ડીસેમ્બર સુધીમાં સ્કુલોએ બોર્ડની વેબસાઈટ પર ભરવાના રહેશે.ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષાની ફી જાહેર થઇ છે જે બાદ હવે ફોર્મ અને ફી ભરવાની સ્કુલની મુદત પણ જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ સ્કુલે જઈને ડર વર્ષની જેમ ફોર્મ અને ફી ભરવાના રહેશેઅને સ્કુલોએ ફોર્મ અને ફી ભરીને બોર્ડની વેબસાઈટ પર જમા કરવાના રહેશે. 21 નવેમ્બરે બપોરે 2 વાગ્યાથી સ્કુલ 21 ડીસેમ્બર સુધીમાં બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અને પરીક્ષાની ફી ભરી શકશે.નિયત સમય મર્યાદામાં સ્કુલે ફોર્મ ભરાવીને ફોર્મ અને ફી જમા કરાવવાની રહેશે. નિયમિત,ખાનગી,રીપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે.આ અંગેની વધુ વિગત બોર્ડની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે.

ધો.10ની બોર્ડ પરીક્ષાના ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની આગામી બોર્ડ પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે મુજબ પ્રથમ તબક્કામાં 22મી નવેમ્બરથી ધો.10ની બોર્ડ પરીક્ષા માટેના ઓનાલઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.૧૦-૧૨ની પરીક્ષા અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા દર વર્ષે દિવાળી પહેલા શરૂ થતી હોય છે. પરંતુ કોરોનાને લીધે ગત વર્ષ બાદ આ વર્ષે પણ મોડી શરૂ થતા 22 મી નવેમ્બરથી ધો.10ના ફોર્મ ભરવાનું શરૂ થશે. સ્કૂલોએ વિદ્યાર્થીઓને બોલાવીને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને 21 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત આપવામા આવી છે. ખાનગી,રેગ્યુલર અને નિયમિત સહિતના તમામ વિદ્યાર્થીઓનો ફોર્મ ભરાશે.

અન્ય સમાચારો પણ છે...