વિધાનસભા પેટાચૂંટણી:ચૂંટણી જેવા માહોલ માટે ભાજપ હવે ગામડાંમાં રાત્રે રેલીઓ કરશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદીની 3ડી સભામાં દોડાવેલી વાન વર્ચ્યુઅલ રેલીઓ માટે બનાવાશે
  • કોરોનાના કાળમાં મતદાતાઓને તકલીફ ન પડે તે માટે તકેદારી રખાશે

પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને તેથી હવે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાના લક્ષ્ય સાથે આ ચૂંટણીને વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાના રીહર્સલ માફક લડશે. નવા વરાયેલા અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વ હેઠળની આ પહેલી ચૂંટણી હોવાથી પાટીલના 182માંથી 182 વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંકની સામે પાટીલના કૌવતના પારખા આ ચૂંટણીમાં થશે. કોરોનાને કારણે કાયમ થાય છે તેવી જાહેરસભાઓ શક્ય ન હોવાથી નેતાઓ રાત્રે કે સાંજના સમયે ગામડાઓમાં જઇને સભાઓ કરશે.

હાલ કોરોનાને કારણે ચૂંટણી પંચે 1000થી વધુ લોકો એકત્રિત ન થાય તે રીતે રેલી કરવાની મંજૂરી આપી છે, તેથી ભાજપના વિવિધ નેતાઓ ગુજરાતની આ આઠ બેઠકો પર સાંજે કે રાત્રિના સમયે લોકો સાથે નિરાંતે સંવાદ થાય તે રીતે સભા કરશે. આ અંગે સી આર પાટીલે પણ કહ્યું કે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચાર માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂર્ણ પાલન કરશે અને માત્ર પાંચ કે તેથી ઓછી સંખ્યામાં ઘરે-ઘરે પ્રચાર માટે જશે. ભાજપ હવે જંગી સભાઓ ગજવવાને બદલે નાની નાની બેઠકોથી પોતાના એજન્ડા પ્રચારિત કરશે. પાટીલે જણાવ્યું કે પક્ષના શિર્ષસ્થ નેતાઓ વર્ચ્યુઅલ રેલી એટલે કે ટેકનોલોજીના માધ્યમથી રેલી સંબોધી શકશે.

અન્ય સમાચારો પણ છે...