તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીની તૈયારી:પીઢ નેતા છબીલદાસના પૌત્રને ભાજપે વ્યાવસાયિક સેલના સંયોજક બનાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી પહેલાં 14 સેલની રચના કરાઇ

ગુજરાત ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ વર્ગના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ સેલના સંયોજકોની નિયુક્તિ કરી છે. તે પૈકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ દિવંગત નેતા છબીલદાસ મહેતાના પૌત્ર ગુંજન મહેતાને વ્યાવસાયિક સેલના સંયોજક બનાવ્યા છે. ગુંજન મહેતાની જવાબદારી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આઇટી, કોર્પોરેટ્સ, સહિતના વિવિધ પ્રોફેશનમાં જોડાયેલાં બુદ્ધિશાળી અને વ્હાઇટ કોલર જોબ ધરાવતાં લોકો તેમજ વ્યાપારી એસોસિએશનોને ભાજપ તરફ ખેંચી લાવવાની રહેશે.

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુંજન મહેતા 2016થી સક્રિય હતા. તેમના ભાઇ અમિત મહેતા 2012થી ભાજપમાં પ્રવૃત્ત છે. ભાજપે આ ઉપરાંત અલગ-અલગ 14 સેલમાં સંયોજકોની નિમણૂંકો કરી છે.

અન્ય સમાચારો પણ છે...