તપાસ:અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટના વિવાદ મુદ્દે ભાજપ હાઇકમાન્ડ તપાસ કરાવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કેટલાક સભ્યોની રજૂઆત બાદ લીધેલો નિર્ણય
  • હોદ્દેદારોએ પોતાની 90થી 100 ટકા સુધીની પૂરી ગ્રાન્ટ ફાળવતા વિકાસ કમિશનર ખુલાસો માગશે

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટના વિવાદ મુદ્દે ભાજપ હાઇકમાન્ડે તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. સભ્યોની રજૂઆત બાદ સમિતિઓની ગ્રાન્ટ અને હોદ્દેદારોની વાપરેલી પૂરેપૂરી ગ્રાન્ટ ઉપયોગ કરાતા વિકાસ કમિશનર ખુલાસો માગશે.

જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ અને સિંચાઇ સમિતિની ગ્રાન્ટની વહેંચણીથી સભ્યોમાં ભારે નારાજગી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ પારૂ પઢાર, ઉપપ્રમુખ રમેશ મકવાણા અને કારોબારી ચેરમેન પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવી દેતા તેમજ વિનોદ પટેલે પોતાની 92 ટકા ગ્રાન્ટ ફાળવી દેવાના મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. ઇમરજન્સી માટે પ્રમુખ અને ઉપપ્રમુખે એક રૂપિયો ગ્રાન્ટ રાખી નહીં હોવાથી પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત થઇ હતી. રજૂઆતના પગલે તપાસનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 92 ટકાથી લઇ 100 ટકા સુધીની ગ્રાન્ટ ફાળવી દેનાર ત્રણેય હોદ્દેદારો પાસે વિકાસ કમિશનર કચેરી ખુલાસો માગશે.

ભાજપના કેટલાક સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમારી રજૂઆતના પગલે ભાજપ હાઇકમાન્ડે તપાસનો નિર્ણય કર્યો છે અને જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટની આડેધડ ફાળવણી રોકવા માટે આયોજન ચાલી રહ્યું છે. બીજી તરફ તપાસ અને ખુલાસાના ડરથી કેટલીક સમિતિના હોદ્દેદરો જિલ્લા પંચાયત આવવાનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...