AMCની પેટાચૂંટણી:ભાજપ અને કોંગ્રેસે ચાંદખેડા અને ઈસનપુર વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, ચાંદખેડામાં આપે ફેશન ડિઝાઈનરને ઉમેદવાર જાહેર કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AMCની ઓફિસની તસવીર - Divya Bhaskar
AMCની ઓફિસની તસવીર
  • 3 ઓક્ટોબરના રોજ ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં પેટાચૂંટણી યોજાવાની છે
  • કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે

રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા, થરા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદખેડા વોર્ડ અને ઇસનપુર વોર્ડની પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. તો આપે ફેશન ડિઝાઈનર યુવતીને ઉમેદવાર બનાવી છે.

કોંગ્રેસે રાતે ઉમેદવાર જાહેર કર્યા
કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં દિવ્યજાગૃતિબેન રોહિત અને ઇસનપુર વોર્ડ માટે ભાવેશ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આવતીકાલે બંને ઉમેદવાર કલેકટર ઓફિસે ફોર્મ ભરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ચાંદખેડા વોર્ડમાં યશવી સુદર્શન નામની યુવા અને ફેશન ડિઝાઈનર યુવતીને ઉમેદવાર જાહેર કર્યા છે.

ચાંદખેડાના આપના ઉમેદવાર યશવી સુદર્શન
ચાંદખેડાના આપના ઉમેદવાર યશવી સુદર્શન

ભાજપના બંને ઉમેદવારે આવતીકાલે ફોર્મ ભરશે
ભાજપે ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. ભાજપના બંને ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ઇસનપુર વોર્ડના ઉમેદવાર મૌલિક પટેલ
ઇસનપુર વોર્ડના ઉમેદવાર મૌલિક પટેલ

6 મહિનામાં ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટણી
ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ભાજપમાંથી જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. જ્યારે ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી. આ બંને વોર્ડમાં 6 મહિના બાદ ફરી ચુંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચારસંહિતા લાગી છે.