તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી:પાટીદારોના મતો અંકે કરવા માટે ભાજપે નીતિન પટેલને ઉતાર્યા

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટીલને સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદારોના વિસ્તારમાં સારો પ્રતિસાદ
 • નીતિન પટેલ અમદાવાદમાં પાટીદાર સમાજ સંમેલન કરશે

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પાટીદાર સમાજના મતો અંકે કરવા માટે પોતાનો પાટીદાર ચહેરો એવા નીતિન પટેલને મેદાને ઉતાર્યા છે. નીતિન પટેલ ગુરુવારે અમદાવાદમાં પાટીદાર સમાજ સાથે સંમેલન અને ચૂંટણી સભા પણ કરશે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોની સાથેનો સંપર્ક મજબૂત કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદના અમદાવાદના સાયન્સ સીટી, થલતેજ, ઘાટલોડીયા, રાણીપ, વાડજ અને નારણપુરા જેવા વિસ્તારોમાં વસતા ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજના લોકો સાથે તેઓ મળશે. જ્યારે બાપુનગરમાં યોજાનારા કાર્યક્રમમાં તેઓ બાપુનગર, નિકોલ, નરોડા, વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારના સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની સાથે મુલાકાત કરશે.

ગઇ વખતે 2015માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપથી વિમુખ થયો હતો. આ ચૂંટણીમાં તેઓને મનાવવાના હેતુ સાથે ભાજપના પાટીદાર નેતા નીતિન પટેલ હવે જવાબદારી લઇ રહ્યા છે.

સૂરતમાં બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લોકોના વિસ્તારમાં રોડ શો કર્યો હતો. પાટીલ મહારાષ્ટ્રના હોવાથી ગુજરાતમાં પક્ષના નેતા તરીકે તેમને ગુજરાતીઓ અને વિશેષતઃ પાટીદાર સમાજ નહીં સ્વીકારે તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ સૂરતમાં તેમના રોડશોને પાટીદાર સમાજનો પ્રતિસાદ સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો